- સોમવારે મુંબઈ એરપોર્ટ પર મુસાફરોને રન-વે પર બેસાડી મુકાયા
- મુસાફરો સાથે ઈન્ડિગો એરલાઈન્સ સ્ટાફે બબાલ કરી હત
- બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરીટીએ નોટિસ ફટકારી
સોમવારે મુંબઈ એરપોર્ટ પર IndiGo ફ્લાઈટ મોડી ઉપાડવાને લીધે ફ્લાઈટના મુસાફરોને પડેલી હાલાકી અને ફ્લાઈટ સ્ટાફ અને મુસાફરો વચ્ચે થયેલી મારામારી બાદ અનેક સમાચારો અને ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. ઘણા બધાં મુસાફરોને ફ્લાઈટમાં કલાકો સુધી બેસી રહેવાને લીધે લોકો અકળાયા હતા અને IndiGo એરલાઈન્ટ સ્ટાફ સાથે વાતચીત કરતાં કરતાં મારામારી પર ઉતરી આવ્યાં હતાં. જેને લઈને મુંબઈ એરપોર્ટ અને IndiGo નોટિસ પાઠવવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો
ગઈકાલની ઘટનાને પગલે આજે IndiGo એરલાઈન્સમાં સવાર મુસાફરોએ સોશિયલ મીડિયાના X સહિત ઈન્સટાગ્રામ અને વિવિધ પ્લેટફોર્મ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો અને મુંબઈ એરપોર્ટ તેમજ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરીટી અને મિનિસ્ટ્રી ઓફ સિવીલ એવિએશન વિભાગને ફરિયાદો કરી હતી. જેને લઈને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
મુસાફરો સાથે એરલાઈન્સ સ્ટાફે ગેરવર્તણૂક કરી હતી
IndiGo એરલાઈન્સના સ્ટાફ દ્વારા વિમાન મોડું ઉપાડવામાં આવ્યું અને રન વે પર તેમજ ટર્મિનલની બાજુમાં મુસાફરોને બેસાડી રાખવામાં આવ્યા તેમજ મુસાફરો સાથે એરલાઈન્સ સ્ટાફ દ્વારા ગેરવર્તણુક કરવામાં આવી હતી. જેની પગલે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન વિભાગે IndiGo એરલાઈન્સ તેમજ મુંબઈ એરપોર્ટને નોટિસ પાઠવી છે.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરીટીએ નોટિસ ફટકારી
મુંબઈ એરપોર્ટ પર મુસાફરો સાથે થયેલ ગેરવર્તણુક અને હેરાનગતિના ઈશ્યુ બાદ બાદ, બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ મંગળવારે (16 જાન્યુઆરી) ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણદર્શક નોટિસ પાઠવી હતી અને આ બનાવના વીડિયો જોયા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે (15 જાન્યુઆરી) મધ્યરાત્રિએ મંત્રાલયના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મુસાફરોને પ્રાથમિક સુવિધા અપાઈ ન હતી
BCAS દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, IndiGo અને MIAL બંને પરિસ્થિતિની અપેક્ષા રાખવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યાં. ઉદાહરણ તરીકે, “એરક્રાફ્ટને કોન્ટેક્ટ સ્ટેન્ડને બદલે રિમોટ C-33 ફાળવવામાં આવ્યું હતું. આનાથી મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. એટલું જ નહીં, તેમને ટર્મિનલ પર આરામ રૂમ અને નાસ્તો જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી ન હતી.


