હવાઈ મુસાફરી દરમિયાન અચાનક પ્લાન ખરાબ થઈ જવો, પોતાના જ રિસેપ્શનમાં ન પહોંચવુ, સમય સર હેલ્થને લઇને સારવાર માટે સ્પેસિફિક જગ્યા પર ન પહોંચવુ એ કોઇના માટે પણ માથાનો દુખાવો બની શકે છે. ખાસ કરીને જ્યારે હજારો લોકો કલાકો સુધી એરપોર્ટ પર ફસાઈ જાય. ડિસેમ્બર ની શરૂઆતમાં કંઈક આવું જ બન્યું હતું, જ્યારે IndiGoની ઘણી ફ્લાઇટ્સ રદ અને મોડું થવાથી મુસાફરોની મુશ્કેલીઓ વધીને રહી હતી. હવે એરલાઇને આ બંને પરેશાનીઓનો મોટો ઉકેલ રજૂ કર્યો છે.
IndiGoની મોટી જાહેરાત
IndiGoએ જાહેરાત કરી છે કે 3 થી 5 ડિસેમ્બર વચ્ચે ઓપરેશનલ સમસ્યાઓને કારણે એરપોર્ટ પર લાંબા સમય સુધી અટવાયેલા મુસાફરોને 10,000 રૂપિયા સુધીના ટ્રાવેલ વાઉચર આપવામાં આવશે. આ વાઉચર આગામી 12 મહિના સુધી IndiGoની કોઈ પણ ફ્લાઇટમાં ઉપયોગ કરી શકાશે. આ પગલું તે મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે, જે કલાકો સુધી કાઉન્ટર પર અટવાયા હતા અને જેમની યોજના સંપૂર્ણપણે બગડી ગઈ હતી.
એરલાઇનનું નિવેદન
એરલાઇને પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેનો સૌથી મોટો ફોકસ હંમેશાં મુસાફરોની સુવિધા અને કાળજી પર રહે છે. IndiGoએ જણાવ્યું કે રદ થયેલી ફ્લાઇટ્સના તમામ રિફંડ પ્રક્રિયા કરી દેવાયા છે અને મોટાભાગના ગ્રાહકોના ખાતામાં રકમ પણ જમા થઈ ગઈ છે. જેમણે તેમના ટિકિટ ટ્રાવેલ એજન્સી અથવા અન્ય પ્લેટફોર્મ પરથી બુક કરાવ્યા હતા, તેમના કેસ પણ ઝડપથી ઉકેલવામાં આવી રહ્યા છે. કંપનીએ આવા મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ પોતાની વિગતો customer.experience@goindigo.in પર મોકલે, જેથી તેમને તરત મદદ મળી શકે. IndiGoએ કહ્યું છે કે તે મુસાફરોને સેફ, સ્મૂથ અને વિશ્વસનીય મુસાફરીનો અનુભવ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આવી સ્થિતિ ફરી ન બને, તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.


