- વાદળી અને ગુલાબી રંગની બોલબાલા
- પિંક કલરના પોસ્ટર્સ લહેરાઈ રહ્યા છે
- વાદળી રંગ ભારતીય ટીમની જર્સીનો રંગ છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહારોમાંચક ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ ચાલી રહી છે. આ મેચમાં 1 લાખથી વધુ દર્શકો સ્ટેડિયમમાં હાજર છે. ત્યારે સ્ટેડિયમમાં 2 જ રંગ સૌથી વધુ દેખાઈ રહ્યા છે. એક વાદળી અને બીજો ગુલાબી. આ ગુલાબી રંગ બહુ ખાસ છે.
મહત્વનું છે કે હાલ અમદાવાદ ખાતે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટના વિશ્વનો સૌથી રોમાંચક ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મહામુકાબલો ચાલી રહ્યો છે અને લાખો લોકો મેદાનમાં અને ટીવી તેમજ મોબાઈલની સામે બેસી આ મુકાબલાને નિહાળી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ખાસ વાતની ચર્ચા ચાલી રહી છે કે હાલમાં સ્ટેડિયમમાં સૌથી વધારે 2 કલર દેખાઈ રહ્યાં છે. એક છે ભારતીય જર્સીનો બ્લૂ રંગ અને બીજો છે પિંક કલરનાં પોસ્ટર્સ. સોશિયલ મીડિયા પર લોકો સતત સવાલ કરી રહ્યાં છે કે આખરે ભારત-પાકિસ્તાનની મેચમાં ગુલાબી રંગનો શું કનેક્શન છે. આ રંગનો કનેક્શન થોડું ખાસ છે.
શું છે કારણ
હાલ મેદાનમાં 2 રંગોની જ ભરમાર જોવા મળી રહી છે. પહેલો રંગ તો વાદળી રંગ છે જે ભારતીય ટીમનો રંગ છે, અને મોટાભાગના ભારતીય ફેન્સે પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે આ રંગની જર્સી પહેરી છે. ઉપરાંત પોસ્ટર પણ લહેરાવ્યા છે. જો કે આ મેચમાં ચર્ચામાં રહેલો બીજો રંગ છે પિન્ક એટલે કે ગુલાબી. જણાવી દઈએ આ ગુલાબી રંગનો સીધો સંબંધ ICC વર્લ્ડકપ સાથે છે. આ વખતે ICCએ વર્લ્ડકપનો જે લોગો જાહેર કર્યો છે તેમાં ગુલાબી રંગનો સૌથી વધારે પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે અંપાયરથી લઈને સ્ટંપ અને ટીવી પર ચાલી રહેલા સ્કોરબોર્ડ પર પણ ગુલાબી રંગ છે. એટલે કે આ વખતે ગુલાબી રંગ બહુ ખાસ રહેવાનો છે અને લગભગ દરેક મેચ વખતે સ્ટેડિયમમાં તેની બોલબાલા તો ચોક્કસ રહેવાની જ છે.
નવરસનું કારણ
ICCએ આ વખતે વર્લ્ડ કપનાં લોકોને નવરસ થીમ જણાવી છે. ઉલ્લેખનીય છે કે નવરસ એ ભારતીય સંસ્કૃતિનો જ એક રૂપ છે અને તેનું એક પ્રતીક પણ છે. આ એક એવો રસ છે જેમાં જેમાં નવ રંગ હોય છે અને દરેક રંગ એક ભાવને પ્રદર્શિત કરે છે. એમાં પણ વધુ મહત્વની વાત એ છે કે નવરસમાં ગુલાબી રંગનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. તેથી આ વખતે ક્રિકેટ વિશ્વકપ 2023માં ગુલાબી રંગની બોલબાલા ચારેકોર રહેવાની છે.