- હોમગ્રાઉન્ડમાં હાઈવોલ્ટેજ મેચને લઈ સટ્ટાબજાર ગરમ
- સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટફેવરિટ
- ઓનલાઈન એપ પર પણ મોટી સંખ્યામાં રમાશે સટ્ટો
અમદાવાદમાં આજે ભારત પાકિસ્તાનની મેચ રમાવા જઈ રહી છે. તો આ હાઇવોલ્ટેજ મેચને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓ અને સાથે સટ્ટો રમતા સટોડિયા અને બુકીઓમાં પણ મેચ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોમગ્રાઉન્ડમાં હાઈવોલ્ટેજ મેચને લઈ સટ્ટાબજાર ગરમ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સૌથી વધુ સટ્ટો રમાઈ તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ મેચ અગાઉથી સટ્ટાબજાર ગરમ છે. ભારત અને પાકિસ્તાનની મેચને લઇને કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. સટ્ટાબજારમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરીટ છે. આ મેચમાં સટ્ટાનો આંકડો માત્ર ગુજરાતમાંથી 500 કરોડને પાર જ તો રહેવાની શક્યતા પણ વધી છે. આ ઉપરાંત વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ સટ્ટો રમાઈ શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેમાં 1 થી 2 હજાર કરોડનો સટ્ટો રમાઈ શકે તેવી શક્યતા છે.
શું છે બંને ટીમનો ભાવ ?
એટલું જ નહીં આજની મેચ દરમિયાન કરોડોનો સટ્ટો રમાશે એ વાક્ય કદાચ એકદમ હળવું ગણાય એ હદે પૈસા સટ્ટામાં સંડોવાયેલા છે. એટલું જ નહીં સટોડિયા માટે પણ ભારત હોટ ફેવરિટ છે. ભારતનો ભાવ 48 પૈસા અને પાકિસ્તાનનો ભાવ રૂ. 1.52 ચાલે છે. એટલું જ નહીં ટોસ કોણ જીતે છે તેના પર સૌથી મોટો મદાર રહેશે. તેમજ દુબઈના બુકીઓએ ભાવ ખોલતા શરુઆતથી જ ભારત હોટ ફેવરિટ જોવા મળી રહી છે.
વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ નજર
એક અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ 500 કરોડનો સટ્ટો રમાવાનો છે. દેશમાં આ મેચ પાછળ સટ્ટાની રકમ ત્રણ હજાર કરોડને આંબશે. 150થી વધુ બુકીઓએ દુબઈ સહિતના દેશોમાંથી પડાવ નાંખી દીધો છે. સ્ટેડિયમમાં મેચ અને તેના જીવંત પ્રસારણ વચ્ચેની સાત સેકન્ડના તફાવત સટોડિયા માટે કમાણીનું શસ્ત્ર બનવાનું છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર પણ સૌ કોઇની નજર છે. નાના સટ્ટોડિયાઓ પાસેથી સટ્ટો બુક કરાવવા માટે મોબાઇલ ફોનથી સટ્ટો રમાડતા યુવકોની સંખ્યા પણ વધી છે.
જ્યારે ભારતમાં હવે બેટિંગ માટે વિવિધ પ્રકારની એપ્લિકેશન પણ ઘણી વધારે છે. ડ્રીમ ઇલેવન અને માય ઇલેવન જેવી અનેક એપ્લિકેશન અનુમાન આધારિત પૈસા જીતવા માટેની સુવિધા પૂરી પાડે છે. આ તમામ રીતે ભારત પાકિસ્તાન મેચમાં સટ્ટો રમાય અને કરોડોની બોલી લાગે તેવી શકયતા નકારી શકાય નહીં.