IPL 2025નો ઉત્સાહ હજુ પણ ચાલુ છે. બધી ટીમો આઈપીએલમાં સખત મહેનત કરી રહી છે અને પરસેવો પાડી રહી છે. IPL 2025 માં એમએસ ધોની ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે તે 43 વર્ષની ઉંમરે સીએસકે માટે વિકેટકીપર તરીકે ભાગ લઈ રહ્યો છે.
એમએસ ધોનીના નિવૃત્તિ અંગે ચર્ચાઓ ચાલુ છે. પરંતુ IPL 2025 દરમિયાન કેપ્ટન કૂલે પોતે જ પોતાની નિવૃત્તિ પર મૌન તોડ્યું છે. તેને કહ્યું છે કે તે આઈપીએલમાં ક્યાં સુધી ભાગ લેશે.
એમએસ ધોનીએ તોડ્યું પોતાનું મૌન
એમએસ ધોનીના નિવૃત્તિ અંગે હંમેશા ચર્ચા થતી રહે છે. ધોની IPLમાં ક્યાં સુધી ભાગ લેશે? કેપ્ટન કૂલે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેને કહ્યું કે હું હજુ પણ IPL રમી રહ્યો છું, મેં તેને ખૂબ જ સરળ રાખ્યું છે. હું અત્યારે 43 વર્ષનો છું, આ સીઝન પૂરી થાય ત્યાં સુધીમાં હું જુલાઈમાં 44 વર્ષનો થઈ જઈશ. તેથી મારી પાસે 10 મહિનાનો સમય છે કે હું નક્કી કરી શકું કે મારે બીજા એક વર્ષ માટે રમવું છે કે નહીં અને તે હું નક્કી કરતો નથી, તે સંસ્થા છે જે નક્કી કરે છે કે તમે આગળ ક્રિકેટ રમી શકો છો કે નહીં.
એમએસ ધોનીની બેટિંગ પર ઉભા થયા સવાલો
IPL 2025 માં એમએસ ધોનીની બેટિંગ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. હકીકતમાં જ્યારે ટીમને તેની જરૂર હતી ત્યારે ધોનીએ 9મા નંબર પર પણ બેટિંગ કરી હતી. આ સિવાય ધોનીએ 5 એપ્રિલે રમાયેલી મેચમાં દિલ્હી સામે ધીમી બેટિંગ કરી હતી. સારી રીતે સેટ થયા પછી પણ તે મોટા શોટ રમી શક્યો ન હતો. આ પરિસ્થિતિમાં તેની બેટિંગ પર ચારે બાજુથી સવાલો ઉભા થઈ રહ્યા છે.
અત્યાર સુધી કેવું રહ્યું ધોનીનું પ્રદર્શન
ધોનીએ IPL 2025 માં અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 76 રન બનાવ્યા છે. તેને RCB સામે 30 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સિવાય ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે 16 રન અને દિલ્હી સામે 30 રનની અણનમ ઈનિંગ રમી હતી.


