આઇપીએલ 2025માં પંજાબ કિંગ્સની પકડ સારી દેખાઇ રહી છે. આ ટીમના હેડ કોચ રિકી પોન્ટિગ છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ મેદાનમાં સાફ સફાઇ કરતા દેખાઇ રહ્યા છે. મેદાનમાં અને બહાર ખેલાડીઓ નાસ્તા-પાણી કરીને જેતે સ્થળે પ્લેટ અને પાણી બોટલો ફેંકી દે છે. ત્યારે આ કચરો કોઇ અન્ય વ્યક્તિ નહી પણ રિકી પોન્ટિગ ઉઠાવી રહ્યા છે. સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવી રહ્યા છે.
કચરો ઉઠાવવા મજબૂર રિકી પોન્ટિગ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિગ આઇપીએલ 2025માં પંજાબની ટીમ સાથે જોડાયેલા છે. રિકી પોન્ટિગ હેડ કોચ હોવાથી ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે. પોઇન્ટ ટેબલમાં પંજાબની ટીમની પાંચમાં સ્થાને છે. પરંતુ આ બધાની વચ્ચે રિકી પોન્ટિગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ આપણને માનવી તરીકે શરમ જરુરથી અનુભવાશે. આ વીડિયોમાં પંજાબના ટીમના હેડ કોચ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિગ મેદાનમાંથી કચરો ઉઠાવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
રિકી પોન્ટિગનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેને પંજાબની ટીમે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મુક્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે ખેલાડીઓ નેટ પ્રેક્ટીસ કરીને જતા રહ્યા છે. અને તે બાદ રિકી પોન્ટિગ મેદાનમાં પડેલો કચરો એટલે કે પાણીની ખાલી બોટલો, નાસ્તાની પ્લેટ વગેરે જેવી વસ્તુઓ ઉઠાવી રહ્યા છે. અને કચરા પેટીમાં નાંખી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ રિકી પોન્ટિગના વખાણ કરી રહ્યા છે. અને ખેલાડીઓની ટીકા કરીને તેમને રિકી પોન્ટિગ પાસેથી શીખ લેવાની સલાહ આપી રહ્યા છે.
પહેલા ટાઇટલની રાહ જોતું પંજાબ
પંજાબની ટીમ વર્ષ 2008થી આઇપીએલનો હિસ્સો છે. પરંતુ તેણે હજુસુધી એકપણવાર આઇપીએલનો ખિતાબ જીત્યો નથી. આ વખતે પંજાબે પોતાની નવી ટીમ બનાવી છે. અને તેની કમાન શ્રેયસ અય્યરને સોંપી છે. હમણા સુધી પંજાબે શ્રેયસ અય્યરની કપ્તાનીમાં સારુ પ્રદર્શન કર્યુ છે. અને 4માંથી 3 મેચમાં જીત હાંસલ કરી છે.


