ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ફરી શરૂ થવા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા બાદ, IPL એક અઠવાડિયા માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.જો બીસીસીઆઈને સરકાર તરફથી લીલી ઝંડી મળે તો તે આ મહિને જ ફરી શરૂ થઈ શકે છે. બાકીની મેચો માટે ત્રણ શહેરોની પસંદગી કરવામાં આવી હોવાના અહેવાલ છે.
BCCI ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની બાકીની મેચો બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં આયોજિત કરી શકે છે. ધર્મશાલામાં રમાઈ રહેલી ટુર્નામેન્ટની 58મી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી મેચ ફરીથી રમાશે. સરકાર પાસેથી યોગ્ય પરવાનગી મેળવ્યા પછી, BCCI IPLની બાકીની 16 મેચો 3 શહેરોમાં યોજવા માંગે છે.
ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, BCCI એ IPLની બાકીની મેચો માટે બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદની પસંદગી કરી છે. હાલની પરિસ્થિતિ જોતાં, હાલમાં કંઈ કહેવું મુશ્કેલ છે. જો 25 મે પછી IPL ફરી શરૂ થાય છે, તો તેને લઈને મુશ્કેલીઓ આવશે. આ પાછળનું કારણ વિદેશી ટીમોનું શેડ્યૂલ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ 11 જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ બંને દેશોના સ્ટાર ખેલાડીઓ IPL થી દૂર રહી શકે છે. હાલમાં, IPL 2025 ના ગ્રુપ સ્ટેજમાં 12 મેચ બાકી છે. આ મેચો પછી, 4 નોકઆઉટ મેચ રમાશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ છઠ્ઠા સ્થાને છે અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સાતમા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને તેનાથી નીચે રાજસ્થાન રોયલ્સ ટીમ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ યાદીમાં સૌથી નીચે 10મા સ્થાને છે.


