IPL 2025 ની 52મી મેચમાં RCB અને CSK એકબીજા સામે આવી રહ્યા છે. આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ ધૂમ મચાવી. તેને RCB માટે શાનદાર અડધી સદીની ઈનિંગ રમી.
આ મેચમાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો. તે T20 ટીમ માટે 300 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. આ સિવાય વિરાટ કોહલીએ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. વિરાટ કોહલીએ 33 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 62 રનની શાનદાર ઈનિંગ રમી.
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
વિરાટ કોહલી હવે T20 ક્રિકેટમાં એક ટીમ માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ માટે આ સિદ્ધિ મેળવી છે. આ લિસ્ટમાં બીજા સ્થાને ક્રિસ ગેલ છે, જેને RCB માટે 263 છગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા નંબરે મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા છે, જેના નામે 262 છગ્ગા છે. ચોથા સ્થાને કાયરન પોલાર્ડ છે, જેને મુંબઈ ઈન્ડિયન્સ માટે 258 છગ્ગા ફટકાર્યા હતા. પાંચમા ક્રમે એમએસ ધોની છે, જેને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કુલ 257 છગ્ગા ફટકાર્યા છે.
T20 માં એક ટીમ માટે સૌથી વધુ છગ્ગા
301 – વિરાટ કોહલી (RCB)*
263 – ક્રિસ ગેલ (આરસીબી)
262 – રોહિત શર્મા (MI)
258 – કિરોન પોલાર્ડ (MI)
257 – એમએસ ધોની (CSK)
વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20 ક્રિકેટમાં એક જ મેદાન પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેને આ રેકોર્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બનાવ્યો હતો, જ્યાં હવે તેના નામે 154 છગ્ગા છે. આ બાબતમાં તેને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો, જેને આ જ મેદાન પર 151 છગ્ગા ફટકાર્યા હતા.
રસપ્રદ વાત એ છે કે ક્રિસ ગેલ પણ ત્રીજા નંબરે છે, જેને બાંગ્લાદેશના મીરપુર મેદાન પર 138 છગ્ગા ફટકાર્યા છે. ચોથા સ્થાને ઈંગ્લેન્ડનો એલેક્સ હેલ્સ છે, જેને નોટિંગહામમાં 135 છગ્ગા ફટકાર્યા છે. પાંચમા ક્રમે ભારતનો રોહિત શર્મા છે, જેને વાનખેડે સ્ટેડિયમમાં 122 છગ્ગા ફટકાર્યા છે.
T20 માં એક જ મેદાન પર સૌથી વધુ છગ્ગા
254 – વિરાટ કોહલી, બેંગ્લુરુ
151 – ક્રિસ ગેલ, બેંગ્લોર
138 – ક્રિસ ગેલ, મીરપુર
135 – એલેક્સ હેલ્સ, નોટિંગહામ
122 – રોહિત શર્મા, વાનખેડે


