IPL 2025ની છેલ્લી લીગ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ શાનદાર પ્રદર્શન કર્યું અને લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો. આ મેચમાં, RCB એ અત્યાર સુધીના સૌથી મોટા રનનો પીછો કરીને જીત મેળવી અને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો.
સૌથી મહત્વની વાત એ છે કે RCB IPLના ઈતિહાસમાં પહેલી ટીમ બની ગઈ છે જેને વર્તમાન સિઝનમાં ઘરની બહાર રમાયેલી બધી મેચ જીતી છે. આ સિઝનમાં ટીમે 7 અવે મેચ રમી અને બધી જીતી. જે અત્યાર સુધી કોઈપણ ટીમ માટે શક્ય બન્યું નથી. આમ કરીને, RCB એ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે.
આ પહેલા આ રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ના નામે હતો, જેમાં બંને ફ્રેન્ચાઈઝીઓએ આઈપીએલ દરમિયાન તેમની આઠ મેચમાંથી સાત મેચ જીતી હતી. બંને ટીમોએ 2012માં આ સિદ્ધિ મેળવી હતી. આ સિઝનમાં, દિલ્હી કેપિટલ્સે ઘરઆંગણે 6 મેચ જીતી હતી.
એક જ IPL સિઝનમાં ઘરની બહાર સૌથી વધુ જીત મેળવનારી ટીમ
- 7 માંથી 7 – IPL 2025 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- 8 માંથી 7 – IPL 2012 દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ
- 8 માંથી 7 – IPL 2012 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ
- 6 – IPL 2012 દરમિયાન દિલ્હી કેપિટલ્સ
- 6 – IPL 2023 દરમિયાન ગુજરાત ટાઇટન્સ
મેચ દરમિયાન, RCBના બેટ્સમેન વિરાટ કોહલીએ વર્તમાન સિઝનમાં તેની આઠમી અડધી સદી ફટકારી. IPL સીઝનમાં સાત અડધી સદીનો આ અગાઉનો રેકોર્ડ સંયુક્ત રીતે વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને શુભમન ગિલ (દરેક સાત) ના નામે હતો. જ્યારે જીતેશ શર્માએ 85 રનની અણનમ ઈનિંગ રમી અને RCBને 6 વિકેટથી વિજય અપાવ્યો. RCB એ તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રન ચેઝ કર્યો છે. જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં તેમનો સૌથી વધુ રન-ચેઝ છે.
પંજાબ સામે થશે બેંગ્લુરુનો સામનો
IPLના ઈતિહાસમાં ત્રીજી વખત, RCB ટોપ 2માં સ્થાન મેળવ્યું છે. આ પહેલા 2011 અને 2016 માં કરવામાં આવ્યું હતું. RCB ટીમ બંને વખત ફાઈનલ રમી હતી. જ્યાં તેને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ આ વખતે, તે વિજેતા બનવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે. RCB એ લીગ સ્ટેજમાંથી 19 પોઈન્ટ મેળવ્યા અને પંજાબ કિંગ્સ પછી બીજા સ્થાને રહ્યું, જેણે સારા નેટ રન-રેટને કારણે સમાન પોઈન્ટ હોવા છતાં તેમને ટોપ પર પછાડી દીધા.
બંને ફ્રેન્ચાઈઝી હવે ગુરુવારે મુલ્લાનપુર (પંજાબ) માં યોજાનારી પ્રથમ ક્વોલિફાયરમાં એકબીજાનો સામનો કરશે. વિજેતા ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે જ્યારે હારનારી ટીમ એલિમિનેટરના વિજેતા સામે બીજા ક્વોલિફાયરમાં રમશે. ગુજરાત ટાઈટન્સ ત્રીજા સ્થાને રહ્યું અને હવે શુક્રવારે એલિમિનેટરમાં ચોથા સ્થાને રહેલી મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.


