IPL 2025ની 18મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શનિવારે મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે રમાશે. IPLની 18મી સીઝનની શરૂઆતની મેચોમાં ઘણી નજીકની મેચો જોવા મળી છે અને ફેન્સને આ મેચમાં પણ રોમાંચક સ્પર્ધા જોવા મળી શકે છે. પંજાબ કિંગ્સના નવા કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં, ટીમે સતત બે મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. રાજસ્થાન રોયલ્સ ટીમ પ્રથમ વખત નિયમિત કેપ્ટન સંજુ સેમસનના નેતૃત્વમાં રમશે. સેમસન શરૂઆતની મેચોમાં અનફિટ હોવાને કારણે બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો.


