ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 22 માર્ચથી શરૂ થનારી આઇપીએલની આ સિઝનમાં બોલ પર લાળ લગાવવાના પ્રતિબંધને હટાવી શકે છે. બીસીસીઆઇમાં આ પ્રસ્તાવ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે અને મુંબઇમાં ગુરુવારે આઇપીએલની તમામ ટીમના કેપ્ટનો સામે આ વાત મૂકી છે. મહત્વનું છે કે ICCએ કોરોના મહામારી દરમિયાન સુરક્ષાના ભાગરૂપે બોલને ચમકાવવા લાળ લગાવવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ICCએ 2022માં આ પ્રતિબંધ સ્થાયી કર્યો હતો.
કોરોનાને કારણે લગાવ્યો હતો પ્રતિબંધ
કોરોના મહામારી પછી ક્રિકેટ રમવાની શરતોમાં IPLમાં પણ આ પ્રતિબંધનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ IPLની માર્ગદર્શિકા ICCના અધિકારક્ષેત્રની બહાર છે. બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, કોરોના પહેલા બોલ પર લાળ લગાવવી એક સામાન્ય પ્રથા હતી. હવે જ્યારે કોરોનાનો કોઈ ખતરો નથી તો IPLમાં બોલ પર લાળ લગાવવા પરનો પ્રતિબંધ દૂર કરવામાં કોઈ નુકસાન નથી.
મોહમ્મદ શમીએ પણ કહ્યું હતુ કે..
તેમણે કહ્યું કે અમે સમજીએ છીએ કે લાલ બોલનો ક્રિકેટ પર તેનો મોટો પ્રભાવ પડે છે અને તે સફેદ બોલના ફોર્મેટમાં બોલરોને પણ થોડી મદદ કરે છે.’ આઈપીએલમાં આને મંજૂરી આપવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન શું નિર્ણય લે છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે બોલ પર લાળ લગાવવાની જરૂર છે, નહીં તો તે સંપૂર્ણપણે બેટ્સમેનોના પક્ષમાં રહેશે. દક્ષિણ આફ્રિકાના વર્નોન ફિલેન્ડર અને ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીએ પણ તેનું સમર્થન કર્યું હતું.
IPL ટુર્નામેન્ટ 65 દિવસ સુધી ચાલશે
મહત્વનું છે કે આઇપીએલ ટુર્નામેન્ટ 65 દિવસ સુધી રમાશે અને કુલ 74 મેચ રમાશે. IPL 2024નો ખિતાબ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા જીતવામાં આવ્યો હતો. જો કે આઈપીએલ ટાઇટલ જીતનાર ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સમાવેશ થાય છે.
IPL 2025 સિઝન 22 માર્ચથી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ યોજાશે. આ વખતે ટૂર્નામેન્ટના પ્લેઓફ મેચ હૈદરાબાદ અને કોલકાતામાં યોજાશે. ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ પણ આ મેદાન પર રમાશે. જ્યારે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં યોજાશે.


