IPL 2025 માં 14 નંબરની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું અને 8 વિકેટથી મેચ જીતી લીધી. મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે વિરાટ કોહલી ઘાયલ થયો હતો. જે પછી તે જમીન પર ઘૂંટણિયે પડી ગયો. હવે તેની ઈજા અંગે એક મોટી અપડેટ આવી છે. મુખ્ય કોચે પોતે વિરાટ કોહલી વિશે એક મોટી અપડેટ શેર કરી છે.
વિરાટ કોહલી ઘાયલ થયો હતો.
મુખ્ય કોચએ આપી મહત્વની અપડેટ
12મી ઓવર દરમિયાન વિરાટ કોહલી ડીપ મિડવિકેટ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. કૃણાલ પંડ્યાના બોલ પર સાંઈ સુદર્શને જબરદસ્ત શોટ રમ્યો. શોટ એટલો ઝડપી હતો કે બોલ વિરાટને ઇજા પહોંચાડીને બાઉન્ડ્રી લાઇનને પાર કરી ગયો. પરિણામે વિરાટને ભારે દુખાવો થવા લાગ્યો અને તે જમીન પર ઘૂંટણિયે બેસી ગયો. વિરાટને મુશ્કેલીમાં જોતા જ મેડિકલ સ્ટાફની ટીમ તરત જ વિરાટ પાસે પહોંચી ગઈ. જો કે થોડા સમય પછી વિરાટ કોહલી ફિટ થઈ ગયો અને આખી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો. હવે RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે તેમની ઈજા અંગે મોટી અપડેટ આપી છે. તેમણે કહ્યું છે કે વિરાટ કોહલી સંપૂર્ણપણે ઠીક છે. જે RCB માટે સારા સમાચાર છે.
છેલ્લી ઇનિંગ્સમાં કામ ન આવી વિરાટની બેટિંગ
KKR સામે રમાયેલી પહેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 36 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ મેચમાં વિરાટ અંત સુધી ટકી રહ્યો અને પોતાની ટીમને જીત તરફ દોરી ગયો. પરંતુ વિરાટનું બેટ છેલ્લી બે ઇનિંગ્સમાં કામ ન આવ્યું. તેણે CSK સામે 31 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે GT સામે તેણે 7 રન બનાવ્યા. આગામી મેચોમાં આરસીબીને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે.


