IPL 2026 મીની ઓક્શનમાં અનકેપ્ડ ખેલાડીઓનો ધમાલ મચી રહી છે, જ્યાં જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી દારનું નસીબ ચમક્યું છે.
મીની ઓક્શનમાં આકિબ ચમક્યો
જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી દારનું નસીબ ચમક્યું છે. ₹30 લાખની બેઝ પ્રાઈસ સાથે, આ ખેલાડીને 28 ગણી રકમમાં ખરીદવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે ₹8.40 કરોડ ખર્ચીને નબી દારને તેમની ટીમમાં ઉમેર્યો. આ ખેલાડી પર આટલા કરોડની બોલી લાગતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. હવે ચાહકો આ ખેલાડી વિશે વધુ જાણવા માંગે છે.
આકિબ પર લાગી મોટી બોલી
દિલ્હી કેપિટલ્સ ટીમે શરૂઆતથી જ આ ખેલાડી માટે બોલી લગાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી તેમને કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અંતે તેઓ રેસ જીતી ગયા. દિલ્હી કેપિટલ્સ સ્વિંગ બોલરની શોધમાં હતી. આકિબ નબી દાર પાવરપ્લેમાં તેમની ઉત્તમ બોલિંગ માટે જાણીતા છે જેના કારણે આ વખતે મીની ઓક્શનમાં આકિબ ચમક્યો છે અને મોટી કિંમતે ખરીદાયો છે.
લખપતિ ખેલાડી કરોડપતિ બન્યો
PL 2026 મીની ઓક્શનમાં આ ખેલાડી માટે બોલી લગાવવાની લડાઈ પહેલાઠી શરૂ થઈ ગઈ હતી. આટલી ઊંચી કિંમતને ધ્યાનમાં લેતા, પ્લેઇંગ ઇલેવનમાં તેમનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત લાગે છે. આ ખેલાડીએ 2025 માં દુલીપ ટ્રોફીમાં હેટ્રિક લઈને બધાનું ધ્યાન ખેંચ્યું. તે સુપ્રસિદ્ધ કપિલ દેવ પછી દુલીપ ટ્રોફીમાં આવું કરનાર બીજો ઝડપી બોલર બન્યો.


