ભારતીય ક્રિકેટ ચાહકોની આજે અબુ ધાબી પર નજર છે. ખેલાડીઓથી લઈને ક્રિકેટ રસિકોમાં IPL 2026 Auctionને લઈને અનેરો ઉત્સાહ છે. આજે બપોરે 2:30 વાગ્યે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન માટે મીની ઓક્શન શરૂ થશે. ફ્રેન્ચાઇઝ મેનેજરો તેમના મનપસંદ ખેલાડીઓની ગણતરી કરવામાં વ્યસ્ત છે ત્યારે ટીમમાં સામેલ થવા ખેલાડીઓ પણ રોમાચિંત છે. જેમ ઓકશનની ક્ષણ નજીક આવી રહી છે તેમ ખેલાડીઓ હૃદયના ધબકારા વધી રહ્યા છે. ભારતીય ચાહકો આ વર્ષની મીની ઓક્શનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
મીની ઓકશનમાં બાકી ખેલાડીઓની લગાવાશે બોલી
BCCI આજે IPL મેગા હરાજી પણ કરશે. IPL 2026 માટે થનાર મીની ઓકશન એક દિવસ માટે ચાલશે. WPLની જેમ આ વખતે પણ મલ્લિકા સાગર હરાજી કરનાર હશે. IPL મીની હરાજીમાં 10 ટીમો ₹237.55 કરોડ (આશરે $2.37 બિલિયન) ની રકમ ખેલાડીઓ પર બોલી લગાવવા માટે ખર્ચ કરશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની હરાજીમાં ખાસ ભૂમિકા રહેશે નહીં કારણ કે તેની પાસે ફક્ત 2 કરોડ 75 લાખ રૂપિયા ઉપલબ્ધ છે. જયારે KKR પાસે ખેલાડીઓ માટે સૌથી વધુ 13 ખાલી જગ્યાઓ છે, ત્યારબાદ હૈદરાબાદનો નંબર આવે છે, જ્યાં 10 ખાલી જગ્યાઓ છે.
કોણ આઈપીએલનું કરે છે આયોજન
IPL દર ત્રણ વર્ષે મેગા ઓક્શનનું આયોજન કરે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દેશની બે ફ્રેન્ચાઇઝ લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને મહિલા પ્રીમિયર લીગ (WPL)નું આયોજન કરે છે. આ વર્ષે આઈપીએલની હરાજીમાં વિશ્વભરમાંથી 1390 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. પરંતુ ટીમોએ આમાંથી ફક્ત થોડા ખેલાડીઓની પસંદગી કરી હતી અને તેમને ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. તેથી, હરાજી પહેલા, બીસીસીઆઈએ ટોચના 350 ખેલાડીઓની યાદી બનાવી હતી. આજની હરાજીમાં 77 ખેલાડીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઝી વચ્ચે 77 ખેલાડીઓ ખરીદવા માટે જોરદાર સ્પર્ધા થશે.
IPLમાં દર બે વર્ષે એક મીની ઓક્શન યોજાય છે
IPL દરવર્ષે ટીમો ફક્ત છ ખેલાડીઓને જાળવી શકે છે, જેનાથી આગામી વર્ષે વધુ ખેલાડીઓની ખરીદી શકાય છે. મેગા ઓક્શન વચ્ચે દર બે વર્ષે એક મીની ઓક્શન યોજાય છે, જેનાથી ટીમો વધુ ખેલાડીઓને જાળવી શકે છે. IPL સીઝન સમાપ્ત થયા પછી, ખેલાડીઓના વેપારની વિન્ડો ખુલે છે, જે હરાજીના એક મહિના પહેલા સુધી ચાલુ રહે છે. આ વખતે, ટીમોએ ટ્રેડિંગ વિન્ડો દરમિયાન આઠ ખેલાડીઓની આપ-લે કરી. તેમાંના ત્રણ મોટા નામ સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી હતા. સેમસન રાજસ્થાનથી ચેન્નાઈ, જાડેજા ચેન્નાઈથી રાજસ્થાન અને શમી હૈદરાબાદથી લખનૌ ગયા.


