2026ની IPL સીઝન માટે અબુ ધાબીમાં યોજાયેલ હરાજી દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સે 19મી સીઝન માટે પોતાની ટીમ ફાઇનલ કરી નાખી છે.
19મી સીઝન માટે ટીમ ફાઇનલ
લખનૌ સુપર જાયન્ટ્સે 19મી સીઝન માટે પોતાની ટીમ ફાઇનલ કરી છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે 2026ની ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજી પહેલા જાળવી રાખેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે, જેમાં તેણે કુલ 19 ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે, જેમાં 4 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
અનરિચ નોરખિયા અને વાનિન્દુ હસરંગાને સાઇન કર્યા
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન માટે હરાજીમાં, લખનૌ સુપર જાયન્ટ્સે આગામી સીઝન માટે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર અનરિચ નોરખિયા અને શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગાને તેમની ટીમમાં ઉમેર્યા છે. વાનિન્દુ હસરંગા અને અનરિચ નોરખિયા બંનેએ IPL 2026 ની હરાજી માટે ₹2 કરોડની બેઝ પ્રાઈસ પર પોતાના નામ દાખલ કર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સે બંને ખેલાડીઓને બેઝ પ્રાઈસમાંજ ખરીદ્યા છે.
19મી IPL સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ
ઋષભ પંત (કેપ્ટન), અનરિચ નોરખિયા, વાનિન્દુ હસરંગા, અક્ષત રઘુવંશી, મુકુલ ચૌધરી, નમન તિવારી, અબ્દુલ સમદ, એડન માર્કરામ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, અર્શીન કુલકર્ણી, અવેશ ખાન, આયુષ બદોની, દિગ્વેશ રાઠી, હિંમત સિંહ, મણિમારન સિદ્ધાર્થ, મેથ્યુ બ્રીટ્ઝકે, મયંક યાદવ, મોહમ્મદ શમી, મિશેલ માર્શ, મોહસીન ખાન, નિકોલસ પૂરન, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહેમદ.
આ પણ વાંચો: IPL Auction 2026 : મેદાનમાં છગ્ગાનો વરસાદ, ઓક્શનમાં પૈસાનો વરસાદ! KKR એ આ સ્ટાર પર 10 ગણું રોકાણ કર્યું


