મંગેશ યાદવને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹5.20 કરોડમાં ખરીદ્યો. SRH એ પણ આ ભારતીય બોલર માટે જોરદાર બોલી લગાવી, પરંતુ હૈદરાબાદ ટીમ ₹5 કરોડથી વધુ બોલી લગાવવામાં નિષ્ફળ ગઈ હતી.
મધ્યપ્રદેશના ખેલાડીનો મેજીક ચાલ્યો
મંગેશ યાદવ ખર અર્થમાં સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી કહી શકાય છે. મંગેશ ડાબોડી ફાસ્ટ બોલર અને શક્તિશાળી બેટ્સમેન પણ છે. મંગેશ યાદવ માટે હરાજીમાં બોલી ખૂબ ઊંચી લાગી હતી, ખાસ કરીને ડાબોડી ફાસ્ટ બોલર હોવાને કારણે કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. તે મધ્યપ્રદેશનો છે અને તેની બેઝ પ્રાઈસ ₹30 લાખ હતી, પરંતુ RCB એ તેને હરાજીમાં બેઝ પ્રાઈસ કરતાં 17 ગણા ભાવે ખરીદ્યો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યું શાંદર પ્રદર્શન
મંગેશ યાદવને આ ફાયદો ઘરેલુ ક્રિકેટમાં કરવામાંઆ આવેલા શાનદાર પ્રદર્શનના કારણે થયો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેના પ્રદર્શને હરાજીમાં તેની બોલીમાં નોંધપાત્ર ફાળો આપ્યો. 10 ઓક્ટોબર, 2022 ના રોજ મધ્યપ્રદેશમાં જન્મેલા આ સ્ટાર ખેલાડીએ ભારતીય ઘરેલુ T20 ટુર્નામેન્ટમાં ત્રણ વિકેટ અને 28 રન ફટકાર્યા હતા. મંગેશ જમણા હાથે બેટિંગ કરે છે અને ડાબા હાથનો સ્પિન બોલર છે.
સ્વિંગ બોલિંગમાં માહિર છે મંગેશ
MP T20 લીગ 2025 દરમિયાન ભારતીય ક્રિકેટમાં મંગેશને મોટી ઓળખ મળી હતી. MP T20 લીગ 2025 દરમિયાન શાનદાર પ્રદર્શન કરતાં તેણે 4 વિકેટ લીધી હતી. તે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. વધુમાં, બુચી બાબુ ટુર્નામેન્ટમાં પંજાબ સામેની તેની 75 રનની ઇનિંગે IPL ટીમોનું ધ્યાન ખેંચ્યું છે એવું ચોક્કસથી કહી શકાય. મંગેશ યાદવ બોલને બંને રીતે સ્વિંગ કરવામાં માહિર છે.
આ પણ વાંચો: IPL Auction 2026: આ યુવા ખેલાડીને વિસ્ફોટક બેટિંગ માટે IPLમાં મળ્યો કરોડોમાં પુરસ્કાર


