- ઈરાને મિસાઈલ અને ડ્રોનથી પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી
- પાકિસ્તાને વિરોધ નોંધાવીને ઈરાનને આપી ગંભીર ધમકી
- આતંકવાદને પાળેલા પાકિસ્તાનને પરિણામ ભોગ બનવું પડયું
ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આની પર પાકિસ્તાને દાવો કર્યો છે એરસ્ટ્રાઈક હુમલામાં બે બાળકોનાં મોત થયા છે. અને ત્રણ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલા પછી પાકિસ્તાન વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરીને જણાવ્યું કે, આ અમારા હવાઈ વિસ્તારનું ઉલ્લંઘન છે.
ઈરાનના સરકારી સૂત્રો અનુસાર પાકિસ્તાનમાં હુમલામાં મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. ઈરાને જણાવ્યું કે હુમલામાં ઈરાનના અર્ધ સૈનિક રિવોલ્યૂશનરી ગાર્ડે હુમલાને અંજામ આપ્યો છે. આમ છતાં પાકિસ્તાને હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનની સંપ્રભતાના નિયમ વિરુદ્ધ આ સ્વીકારી ન શકાય. આના ગંભીર પરિણામો આવી શકે છે.
પાકિસ્તાને ઈરાની વિદેશ મંત્રાલયને ફરિયાદ કરી
પાકિસ્તાની ઈરાની હુમલાને લઈ કડક ભાષામાં વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને હુમલા અંગે તરત તહેરાનમાં ઈરાની વિદેશી મંત્રાલય સંબંધિત સિનિયર અધિકારી સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. આ સિવાય પાકિસ્તાનના રાજદૂતને પણ વિદેશ મંત્રાલયે બોલાવ્યા હતા.
પાકિસ્તાન તરફથી મળતી માહિતી અનુસાર આતંકવાદ ક્ષેત્રના તમામ દેશો માટે સંયુક્ત ખતરો છે. જે માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. જો કે આ રીતે હુમલાને એક સારા પાડોશી હોવાનો પુરાવો નથી આપતો. આનું કારણ દ્વીપક્ષીય વિશ્વાસ ગંભીર રૂપથી નબળો બનાવે છે.
જૈશ-અલ-અદલ જૂથે હુમલાની પુષ્ટિ કરી
જૈશ અલ-અદલ જૂથે ઈરાની હુમલાની ઘટનાને પુષ્ટિ કરી હતી. ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. ઈરાને બલૂચિસ્તાનના પહાડોમાં જૈશ-અલ-અદલ સંગઠનના કેટલાક આત્મઘાતી આતંકવાદીઓના ઘરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં છ ડ્રોન અને સેંકડો મિસાઈલ છોડવામાં આવી હતી. આ ભીષણ હુમલામાં જૈશ-અલ-અદલના લડવૈયાબાના બે ઘર નાશ પામ્યા હતા. તેમના પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં બે સગીર બાળકોનાં પણ મોત થયા હતા. એક કિશોરી અને બે મહિલાઓ પણ ઘાયલ થઈ હતી.


