- મંગળવારે IAEA ઈરાની પરમાણુ સુવિધાઓનું ફરીથી નિરીક્ષણ કરશે
- ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલાનો ઇઝરાયલ આ રીતે આપી શકે છે જવાબ
- IAEAએ ઈરાન અને ઇઝરાયલને કરી સંયમ જાળવી રાખવા અપીલ
Iran Israel Conflicts: સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ દેખરેખ સમિતિને હવે ઈરાનની પરમાણુ સુવિધાઓની ચિંતા સતાવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર એ વાતથી ચિંતિત છે કે ઇઝરાયલ હવે ઈરાનના પરમાણુ સ્થળોને ટાર્ગેટ કરી શકે છે. બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એનર્જી (IAEA) ઈરાની પરમાણુ સુવિધાઓનું મંગળવારે ફરીથી નિરીક્ષણ શરૂ કરશે.
ઇઝરાયલની સેનાના એક સિનિયર અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ઇરાન દ્વારા શનિવારે ઇઝરાયેલ પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાનો તે ટૂંક સમયમાં જ જવાબ આપશે. આ પહેલા 1 એપ્રિલે દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હવાઈ હુમલો થયો હતો. આ દરમિયાન ઈરાને ઈઝરાયેલ પર હવાઈ હુમલાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયેલે આ હુમલાને ન તો સ્વીકાર્યો કે નકાર્યો. હવે ઈઝરાયેલની ધમકી બાદ સંયુક્ત રાષ્ટ્રએ બંને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
ઈરાનની પરમાણુ સુવિધાઓનું ચાલી રહ્યું છે નિરીક્ષણ
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ જણાવ્યું છે કે ઈરાને ‘સુરક્ષા કારણો’ને જોર રવિવારે પોતાની પરમાણુ સુરક્ષાઓ બંધ કરી દીધી હતી. બાદમાં સોમવારે તે ફરીથી ખોલવામાં આવી હતી, ત્યારબાદ આશા છે કે મંગળવારે IAEAના નિરીક્ષક ઈરાની પરમાણુ સુવિધાઓનું નિરીક્ષણ કરશે. ગ્રોસીએ ન્યુયોર્કમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘અમે કાલે ફરીથી કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેની અમારી નિરીક્ષણ કાર્ય પર કોઈ અસર નથી થઈ.’
ઈરાન પર ઇઝરાયલના હુમલાનો ડર
જ્યારે, ગ્રોસીને ઈરાની પરમાણુ સુવિધાઓ પર ઇઝરાયલના હુમલાની સંભાવના અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, ‘અમે હંમેશા આ સંભાવનાને લઈને ચિંતિત રહીએ છીએ. તેમણે ‘વધારેમાં વધારે’ સંયમ જાળવી રાખવા માટે આગ્રહ કર્યો છે. વાસ્તવમાં, IAEA સતત ઈરાનની મુખ્ય પરમાણુ સુવિધાઓના સંવર્ધન સંયંત્રોનું નિરીક્ષણ કરે છે જે દેશોના પરમાણુ કાર્યક્રમોના કેન્દ્રમાં હોય છે. બીજી બાજુ ઈરાનનું કહેવું છે કે તેના પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે પરંતુ પશ્ચિમી શક્તિઓ તેહરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપ લગાવતી રહે છે.


