- ગત રવિવારે સાંજે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટરમાં મોત થયું
- ઈરાનમાં રઈસીના ટેકેદારોની સંખ્યા વધુ હોવાથી ઠેર-ઠેર શોક સમારોહનું આયોજન
- હેલિકોપ્ટર અકસ્માતની તપાસની અમેરિકાએ ઈનકાર કરી દીધી
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર રવિવારે ઈરાનના પૂર્વ અજરબૈઝાન પ્રાંતથી પરત આવતા અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સહિત નવ લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટના પછી સમગ્ર ઈરાનમાં ઈબ્રાહિમ રઈસીના સમર્થનમાં શોકનો માહોલ છે. દુર્ઘટનાના ચાર દિવસ છતાં રઈસીના મૃતદેહની અંતિમવિધિ નથી કરવામાં આવી. ઈરાનના કાર્યકારી ઉપાધ્યક્ષે જાણકારી આપી કે રાષ્ટ્રપતિ રઈસીને ગુરુવારે ઈરાનના પૂર્વોત્તર શહેર મશહદમાં દફનાવાશે.
મળતી માહિતી અનુસાર, ઈબ્રાહિમ રઈસી અને તેઓની સાથે માર્યા ગયેલા અન્ય સભ્યોનો શોક સમારોહના આયોજન અંગે વિસ્તારથી જણાવ્યું. જેમાં જાણકારી આપવામાં આવી કે રઈસીની દફનવિધિથી પહેલા ઘણા શહેરોમાં શોક સમારોહ યોજાશે. આવું ઈરાનમાં એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેના ઘણા સમર્થકોને લીધે થયું છે.
રઈસીના મૃતદેહને કયા-કયા લઈ જવાશે ?
રઈસીના મૃતદેહને મંગળવારે બપોરે ઈરાનના શહેર કોમ લઈ જવાયું હતું. આની પહેલા શોક સમારોહનું આયોજન થયું હતું. ત્યારબાદ સાંજે મૃતદેહને ઉત્તર-પશ્ચિમ શહેર તબરીઝ લઈ જવાયું. આજે બુધવારે રાષ્ટ્રપતિ અને અન્ય મૃતદેહોને રાજધાની તહેરાનમાં લઈ જવાયું છે. જ્યાં ઈરાનના સુપ્રીમ નેતા ખામેનેઈ છેલ્લી પ્રાર્થના કરશે ત્યારબાદ રસઈના મૃતદેહને તેમના હોમ ટાઉન મશહદ લવાશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
રઈસીની અંતિમ યાત્રામાં દુનિયાના નેતાઓ પહોંચ્યા
ઈરાનના વિદેશ વિભાગની જાણકારી અનુસાર, ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બુધવારે સવારે અંતિમ સંસ્કારમાં સામેલ થવા તહેરાન રવાના થયા હતા. આ ઉપરાંત પાકિસ્તાના વડાપ્રધાન શાહબાઝ શરીબ અને વિદેશ મંત્રી સહિત અફઘાનિસ્તાનથી તાલિબાન પ્રતિનિધિ પણ સામેલ થવાની આશા છે. પેલેસ્ટાઈનના રેસિસ્ટેન્ટ ગુટ હમાસના રાજકીય વિંગના ચીફ ઈસ્માઈલ હાનિયા રઈસીના શોક સમારોહમાં પહોંચશે.
અંતિમ યાત્રા દરમિયાન ભીડ એકઠી થઈ હતી
રઈસીના નિધન બાદ ઈરાનમાં 5 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. શોક સમારંભ દરમિયાન ઈરાનની શાળાઓ અને ઓફિસો બંધ રાખવામાં આવી છે. તેમના શોક સમારંભમાં હાજરી આપવા માટે તેહરાનના રસ્તાઓ પર ભીડ જોવા મળી રહી છે.
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ સ્કોલરે કહ્યું કે ઈરાનના વરિષ્ઠ લોકોની અંતિમ યાત્રામાં આટલી ભીડ અને મૃતદેહને દેશના અલગ-અલગ શહેરોમાં લઈ જવાની ઘટના નવી નથી. 2020 માં, બગદાદમાં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ કાસિમ સુલેમાનીના સરઘસમાં લગભગ 1 મિલિયન લોકોએ પણ ભાગ લીધો હતો. જો શોક સમારંભ એક જ જગ્યાએ યોજવામાં આવે તો તમામ લોકો માટે તેમાં ભાગ લેવો મુશ્કેલ હોય છે, તેથી જ મૃતદેહને દેશના અલગ-અલગ શહેરોમાં લઈ જવામાં આવે છે જેથી દરેક શોક સમારંભમાં ભાગ લઈ શકે.
ઈબ્રાહિમ રઈસીના નિધન બાદ ભારતમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી અને તેમના નિધનના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ઈરાનમાં રઈસી આગામી સુપ્રીમ લીડર બનવાની રેસમાં હતા
ઈરાનના સર્વોચ્ચ નેતાના સંભવિત અનુગામી તરીકે 63 વર્ષીય રઈસીની ચર્ચા થઈ રહી હતી. 85 વર્ષના સુપ્રીમ લીડર ખમેની અનેક બીમારીઓથી પીડિત છે. ઈબ્રાહીમ તેમની નજીક હતા અને મૌલવી પણ હતા. તેમણે શરિયા વિરુદ્ધના ઘણા વિરોધોને સખત રીતે દબાવી દીધા છે, તે ઈરાનના લોકો માટે મજબૂત અને અવાજ ઉઠાવનાર નેતા હતા. તેમના પછી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે હજુ સુધી કોઈ નામ સામે આવ્યું નથી. દેશમાં 28 જૂને ચૂંટણી યોજાઈ છે અને ત્યાં સુધી સરકારનું કામકાજ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બર દ્વારા જોવામાં આવશે.


