- ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર થયુ ક્રેશ
- તુર્કીના ડ્રોને શોધી નાંખ્યુ હેલિકોપ્ટર ક્રેશનું લોકેશન
- હીટ સેન્સરથી સજ્જ છે ડ્રોન
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ થતા નિધન થયું છે. સાથે જ ઇરાનના વિદેશમંત્રી સહિત અનેક લોકો ના પણ મોત થયા છે. રવિવારની આ ઘટનામાં કયા વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ તે જાણવા માટે ઇરાને તુર્કી અને યુરોપની મદદ માંગી હતી. ત્યારે આવો જાણીએ આ બંને દેશોએ કેવી રીતે મદદ કરી.
યુરોપ અને તુર્કીની લીધી મદદ
યુરોપે તાત્કાલિક Copernicus EMS રેપિડ રિસપોન્સ સેટેલાઇટને એક્ટિવ કરી દીધી તો બીજી તરફ તુર્કીએ અકિંસી ડ્રોનને હવામાં ઉડાડ્યુ. હવામાન ખરાબ હોવા છતાં પણ હેલિકોપ્ટર ક્યાં ક્રેશ થયુ તે લોકેશન શોધી નાંખ્યુ. ત્યારે આવો જાણીએ આ ડ઼્રોનની તાકાત વિશે.
આ ડ્રોને શોધ્યુ હેલિકોપ્ટનું લોકેશન
Berktar Akinci ડ્રોન ટેક્નિકલ અને સ્ટ્રેટેજિક લેવલનું માનવ રહિત વ્હિકલ છે. તે કોઈપણ પ્રકારની SAR કામગીરી કરવા સક્ષમ છે. આ ડ્રોન હીટ સેન્સરથી સજ્જ છે જે કોઈપણ ઋતુમાં ગમે ત્યાંથી નીકળતી ગરમી દ્વારા શોધી શકે છે કે ત્યાં શું છે. આ ડ્રોનનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં પણ કરવામાં આવે છે.
કોઇપણ પરિસ્થિતિમાં ઉડી શકે છે
આ એ જ ડ્રોન છે જે તુર્કીએ પાકિસ્તાનને આપ્યું હતું. માનવરહિત એરિયલ વ્હીકલ 1350 કિલોગ્રામ વજનના હથિયારો ઉપાડી શકે છે. આ હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ ડ્રોન છે. એટલે કે ડ્રોન ઊંચાઈ પર લાંબા સમય સુધી ઉડી શકે છે. તે મોનિટરની સાથે સાથે બોમ્બ અથવા મિસાઇલ દ્વારા હુમલો પણ કરી શકે છે. તે હવામાનની કોઇ પણ પરિસ્થિતિમાં ઉડવાની ક્ષમતા ધરાવે છે. Berktar Akinci ડ્રોનનું ઉત્પાદન તુર્કીની બેકર કંપની દ્વારા કરવામાં આવે છે. તેની પ્રથમ ઉડાન 6 ડિસેમ્બર 2019 ના રોજ થઈ હતી. અત્યાર સુધીમાં 23થી વધુ ડ્રોન બનાવવામાં આવ્યા છે.
શું છે Berktar Akinci ડ્રોનની વિશેષતા ?
- દુનિયાનું પ્રથમ ડ્રોન જે હવામાં છોડે છે ક્રૂઝ મિસાઇલ
- વધુમાં વધુ 25 કલાક 45 મિનિટ સુધી ઉડી શકે છે
- મહત્તમ 38 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે
- તે મહત્તમ 463 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
- આ ડ્રોનનું ટેકઓફ વજન 5.5 ટનથી વધુ છે.
- તે બે ટર્બોચાર્જ્ડ એન્જિનથી સજ્જ છે, જે તેને 750 hp સુધીનો પાવર આપે છે.
- ઇલેક્ટ્રોનિક સપોર્ટ અને કાઉન્ટરમેઝર સિસ્ટમ્સથી સજ્જ છે.
- ડ્યુઅલ સેટેલાઇટ કોમ્યુનિકેશન, એર-ટુ-એર રડારથી સજ્જ છે
- કોલિઝન એવિઓનિક્સ રડાર અને નેશનલ એડવાન્સ્ડ સિન્થેટિક એપરચર રડારથી સજ્જ છે.
- આ ડ્રોનની અંદર 400 કિલો વજનના હથિયારો લગાવી શકાય છે.
- 950 કિલો વજનના હથિયારો બહાર લગાવી શકાય છે.


