- ઈરાને રવિવારે ઈઝરાયેલ પર 300 થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડ્યાં હતા
- ઈરનાના હુમલાથી અમેરિકા, બ્રિટન, જર્મની સહિત UNએ હુમલાની નિંદા કરી
- અમેરિકા ઈરાન સાથે યુદ્ધ નથી ઈચ્છતુ પણ ઈઝરાયલને ચોક્સપણે મદદ કરશે
ઈરાને શનિવારે 13 એપ્રિલની મોડી રાત્રે ઈઝરાયલ પર સીધો હુમલો કરીને મિસાઈલો છોડી દીધી હતી. ત્યાર બાદ તણાવ વધવાના ભયમાં વધારો થયો છે. ઈઝરાયેલે કહ્યું કે, ઈરાને 100થી વધુ ડ્રોન લોન્ચ કર્યા છે. ઈરાનના આ હુમલા બાદ પશ્ચિમી દેશો નારાજ છે. અમેરિકા, બ્રિટન અને જર્મનીની સાથે સંયુક્ત રાષ્ટ્રએ પણ આ હુમલાની નિંદા કરી છે.
ઈરાને અમેરિકાને આપી ચેતવણી
ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયલ પર ઘણી મિસાઈલો છોડી હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. અમેરિકા, બ્રિટન, જર્મની તેમજ સંયુક્ત રાષ્ટ્રએ આ હુમલાની નિંદા કરી છે. દરમિયાન ઈરાને અમેરિકાને ચેતવણી આપી હતી કે જો વોશિંગ્ટન ઈઝરાયલની જવાબી કાર્યવાહીનું સમર્થન કરશે તો તે અમેરિકન નિશાનોને પણ નિશાન બનાવશે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું કે તેમનો દેશ ઈરાન સાથે યુદ્ધ નથી ઈચ્છતો, પરંતુ તે કોઈપણ સંજોગોમાં ઈઝરાયલનું રક્ષણ કરશે.
ઈરાને, ઈઝરાયેલ પર 300 થી વધુ ડ્રોન-મિસાઈલો છોડ્યા હતા
ઈરાને રવિવારે ઈઝરાયેલ પર 300 થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા, જેમાંથી મોટા ભાગનાને અટકાવવામાં આવ્યા હતા. સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર ઈઝરાયેલના કથિત હવાઈ હુમલાનો બદલો લેવાના ઉદ્દેશ્યથી આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ વિશે 10 મોટી બાબતો
1. યુ.એસ.એ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં તેના દળોએ ઈરાન, ઈરાક, સીરિયા અને યમનમાંથી ઈઝરાયેલ પર છોડવામાં આવેલી ડઝનેક મિસાઈલો અને યુએવીને અટકાવ્યા હતા. યુએસ ડિફેન્સ સેક્રેટરી ઓસ્ટીને વચન આપ્યું હતું કે યુએસ સેના ઇઝરાયેલને તેના સંરક્ષણ અને પ્રાદેશિક સ્થિરતા માટે દરેક શક્ય રીતે મદદ કરશે. તેમણે કહ્યું, “અમે ઈરાન અને તેના સહયોગી દેશો દ્વારા કરવામાં આવેલા આ હુમલાની નિંદા કરીએ છીએ. અમે ઈરાનને, તેના પ્રોક્સી દળો સહિત, કોઈપણ વધુ હુમલાઓને તાત્કાલિક રોકવા અને તણાવ ઘટાડવા માટે હાકલ કરીએ છીએ.”
2. અગાઉ 14 એપ્રિલ, 2024ના રોજ, યુએસ પ્રમુખ જો બિડેને ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું, “15 એપ્રિલ, 2024 ના રોજ આ માટે G7 સભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. મેં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી અને તેમના દેશની સુરક્ષા માટે અમેરિકા હંમેશા તેમની સાથે રહેશે.” તેણે કહ્યું કે તે ઈઝરાયેલની સુરક્ષાને જોખમમાં નાખી શકે નહીં.
3. દરમિયાન, ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેમના દેશે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. તેણે હુમલા વિશે ટ્વિટર પર પોસ્ટ કર્યું, અમે રોક્યા, અમે ભગાડ્યા, સાથે મળીને અમે જીતીશું. ઈઝરાયલની એક ટીવી ચેનલ અનુસાર, એક અધિકારીએ કહ્યું કે ઈઝરાયેલ આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે.
4. ઈઝરાયેલના લશ્કરી પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ ઈરાનની કાર્યવાહીને ખૂબ જ ગંભીર ગણાવી હતી. તેમણે કહ્યું કે ઈરાને મધ્ય પૂર્વ વિસ્તારને તણાવ તરફ ધકેલી દીધો છે. તેમણે કહ્યું કે ઈરાને 10 ક્રુઝ મિસાઈલો લોન્ચ કરી, અન્ય પ્રોજેક્ટાઈલ્સની સાથે, જે દેશની સરહદોની બહાર નિષ્ક્રિય કરવામાં આવી હતી.
5. અગાઉ ઈરાને કહ્યું હતું કે આ હુમલો ઈઝરાયેલના ગુનાઓની સજા છે. તે કહે છે કે જો ઈઝરાયેલ બીજી ભૂલ કરશે તો તેહરાન વધુ ગંભીરતાથી જવાબ આપશે.
6. યુરોપિયન યુનિયન, બ્રિટન, જાપાન, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, મેક્સિકો, નેધરલેન્ડ અને નોર્વેએ ઈરાનના હુમલાની નિંદા કરી.
7. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ – IDFના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈરાને 300 મિસાઈલો ચલાવી હતી, જેમાંથી 99 ટકાને અટકાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેઓ તેમના નાગરિકોની સુરક્ષા માટે બધું જ કરશે.
8. ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે અમેરિકાના સમર્થન માટે આભાર માન્યો. તેમણે કહ્યું, “આ અભિયાન હજી પૂરું થયું નથી. અમારે સતર્ક રહેવાની અને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂર છે. IDFના પ્રવક્તાએ કહ્યું, “આ હુમલામાં 7 વર્ષની ઈઝરાયેલની છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને એરબેઝને નજીવું નુકસાન થયું હતું.
9. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે અમેરિકાને લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપી છે. તેમના દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુએસ સરકારને ચેતવણી આપવામાં આવી છે કે ઈરાનના હિતોને નુકસાન પહોંચાડવામાં કોઈપણ સમર્થન અથવા ભાગીદારીનો અમારા સશસ્ત્ર દળો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવશે.
10. ભારતે આ સમગ્ર ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટ ખૂબ જ ચિંતાજનક છે, જે તે ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે. અમે તાત્કાલિક ડી-એસ્કેલેશન, સંયમ, હિંસાથી ખસી જવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ છીએ.


