લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે ટ્રાફિકના નિયમો બનાવવામાં આવ્યા છે. આ માટે દંડ તેમજ સજાની જોગવાઈ કરવામાં આવી છે. આવામાં હાલ ડિજિટલ યુગમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને ડિજિટલ રીતે પકડીને દંડ ફટકારવામાં આવે છે. જેમાં ટ્રાફિકનું સિગન્લ તોડવા, હેલ્મેટ ન પહેરવું કે ત્રણ સવારી જેવા કિસ્સામાં ટ્રાફિક પરના સીસીટીવી દ્વારા ઈ-ચલણ એટલે કે ઈ મેમો આપવામાં આવે છે.
5 કે તેથી વધુ ઈ ચલણ પેન્ડિગ હશે તો…
ઘણા લોકો ટ્રાફિકના નિયમોને ગંભીરતાથી લેતા નથી. આ ઉપરાંત તેમને આપવામાં આવેલા ઈ ચલણ ભરતા નથી. આવા લોકો સામે હવે RTO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા લોકોને હવે RTO દ્વારા નોટિસ મોકલવાની શરૂ કર્યું છે. RTO દ્વારા 526 લોકોને નોટિસ ફટાકારી છે. આ લોકોએ 10 દિવસમાં ફરજિયાત RTO ઓફિસ રૂબરુ જવું પડશે. જો તમારા 5 કે તેથી વધુ ઈ ચલણ પેન્ડિગ હશે તો તમારૂ લાઈસન્સ 3થી 6 માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આવામાં કોઈ ગંભીર બેદરકારીના કિસ્સામાં તમારૂં લાઈસન્સ રદ્દ પણ કરવામાં આવી શકે છે.
નિયમોનું પાલન કરાવવા માટે કડક પગલા લેવામાં આવશે
RTO દ્વારા ટુ વ્હિલર ચલાવતા લોકોને હેલ્મેટ અને ફોર વ્હિલર ચલાવતા લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત છે. આ સાથે RTO દ્વારા રેસ ડ્રાઈવિંગ ન કરવું, નો પાર્કિંગમાં વાહન ન પાર્ક કરવું જેવા નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ નિયમો નાગરિકોની સુરક્ષા માટે છે. જેથી નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RTO દ્વારા આ નિયમોનું પાલન કરાવવા માટે કડક પગલા લેવામાં આવે છે.
ઈ ચલણ કેવી રીતે ચેક કરશો?
જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે, તો હાલ એક લાખ કરતા વધારે ઈ મેમો પેન્ડિગ છે. જો તમે તમારા વાહનને કોઈ ઈ મેમો આવ્યો છે કે નહીં તે માંગતા હોય તો ઈચલન પરિવહન વેબસાઈટ પર ચેક કરી શકો છો. આ માટેની લીંક – https://echallan.parivahan.gov.in/index/accused-challan#challan_list છે.
ઈ ચલણ ક્યાં ભરશો?
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 ની છેલ્લી લોક અદાલત તારીખ 13 ડિસેમ્બરના રોજ યોજાશે. તો તેની પહેલા બાકી રહેલા તમામ ઈ ચલણ ભરીને કાયદાકીય કાર્યવાહીથી બચી શકો છો. ઈ ચલણ ટ્રાફિક ભવન, જુની કમિશનર કચેરી – શાહીબાગ, ટ્રફિક ચલણ સેવા કેન્દ્ર, પાંચમો માળ, ઘી કાંટા કોર્ટ અથવા તો ઓનલાઈન ભરી શકો છો.


