સંગઠનશકિત જ પાટીદાર સમાજનું અસ્તિત્વ તમામ સંસ્થાઓ ઉમિયધામના છત્ર નીચે એક બનેઃ મૌલેશભાઇ ઉકાણી
ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
ચાર દિવસ વોર્ડ વાઇઝ જ્ઞાતીજનોએ ‘ઉમા પ્રસાદ’નો લ્હાવો લીધો
ત્રિવેણી સમારોહ સ્થળે માતાજી, શ્રીરામ, મહાદેવના મંદિરો સહીત આકર્ષક પ્રવેશદ્રારથી સુશોભીત મનોહર ફલોટસ
મુખ્ય દાતા જીવનભાઈ ગોવાણી પરિવાર સહીતના દાતાઓ તથા ઉમિયાધામના રર દાતા ટ્રસ્ટીઓનું સન્માન
સાગર પટેલ, ગુણવંત ચુડાસમા, બોલીવુડ સિંગર ચૈતાલી છાયા અને શ્રીનાથજીની ઝાંખી ના કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સંગઠનનો ગુણાકાર અને શકિતનો સરવાળો કરી સૌનો સાથ સૌના વિકાસ ના સૂત્રને સાર્થક કરતા પાટીદારો સર્વે સમાજને સાથે રાખી ચાલનારો સમાજ છે. ઉમિયાધામની વિવિધ પ્રવૃતિઓ દ્રારા સમાજને સંગઠીત કરી સામાજીક, શૈક્ષણિક અને આદ્યોગીક વિકાસની નવી રાહ ચિંધાય છે. ઉમિયા માતાજી મંદિર સિદસર ના નેજા રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે ૩ર વિધા જમીનમાં ઉમા સંકુલ માં ૧રપ કરોડના શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત ‘જીવન વિદ્યાપીઠ’ નું તા. રપ ના રોજ ભૂમીપૂજન સમારોહ યોજાયો હતો. ઉમિયાધામના હોદેદારોએ સમુધ્ધી યોજના-૩ અંતર્ગત રાજકોટ-અમદાવાદ શૈક્ષણિક પ્રોજેકટ તેમજ વિવિધ કેટેગરીમાં દાન આપનારા દાતાઓને સન્માનીત કર્યા હતા. તા. રર થી રપ ચાર દિવસના જ્ઞાતી સમૂહ ભોજનમાં રાજકોટના કડવા પાટીદાર પરિવારો ની સાથો-સાથ સર્વ જ્ઞાતિ સર્વ સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ સંસ્થાના કારોબારી સભ્યો એ જ્ઞાતી સમૂહ ભોજનનો લ્હાવો લીધો હતો.
ઇશ્વરીયા ખાતે ચાર દિવસીય ત્રિવેણી સમારોહના પહેલા દિવસે તા.રરમીએ સાગર પટેલ તથા જોય અઘેરાનો, ૨પ કુંડી મહાયજ્ઞ દર્શન, ની સાથે ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર માણ્યો હતો. બોલીવુડ પ્લેબેક સિંગર ચૈતાલી છાયાની બોલીવુડ નાઇટનો કાર્યક્રમ માણ્યો હતો. બુધવારે નૃત્ય ભકિતમય સંગીત સાથે સૌરાષ્ટ્રની પ્રખ્યાત શ્રીનાથજીની ઝાંખી માણી હતી. તા. ૨૬ ને રામનવમીએ યોજાનાર ઉમાસંકુલ- રાજકોટનું ભૂમીપૂજન કાર્યક્રમ બુધવારે સાંજે ૫ કલાકે જીવન વિદ્યાપીઠ- રાજકોટ પ્રોજેકટના મુખ્ય દાતા જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી તથા ભૂપેશભાઈ ગોવાણી (મુંબઇ) પરિવારના હસ્તે થયુ હતુ.
ઇશ્વરીયા ખાતે ત્રિવેણી સમારોહના વિશાળ પટ્ટાંગણમાં સમારોહ સ્થળના પ્રારંભે આકર્ષક સુશોભીત પ્રવેશદ્રારા, મા ઉમિયા, શ્રીરામ-લક્ષ્મણ જાનકી સાથેની પ્રતિમા, શિવજીની પ્રતિમા સાથેના મંદિરો, કૃષ્ણ ની મોહમ પ્રતિમા લોકાના આકર્ષણનું કેન્દ્ર બની રહયા છે. સમારોહ સ્થળે ચાર દિવસ રપ કુંડી મહાયજ્ઞ માં દાતા પરિવારો યજમાન બન્યા હતા. યજ્ઞના વૈદિક મંત્રોચ્ચાર થી યજશાળા ગુંજી ઉઠી હતી. દર્શનાર્થીઓને યજ્ઞના દર્શન અને પ્રરિક્રમાનો લ્હાવો લીધો હતો. સમારોહ સ્થળે અદભૂત આધ્યાત્મીક વાતાવરણ ઉભુ થયુ હતુ. ત્રિવેણી સમારોહ પ્રસંગે બાળાઓ દ્રારા માતાજીની પ્રાર્થના નૃત્ય તથા સ્વાગત નૃત્યની સુંદર પ્રસ્તુતી કરવામાં આવી હતી. ત્રિવેણી સમારોહમાં ઉમિયા પદયાત્રીક પરિવાર દ્રારા રકતદાન કેમ્પ યોજાયો હતો.
કડવા પાટીદાર સમાજ સૌને સાથે રાખી ચાલનારો સમાજ છે તાજેતરમાં જ રાજકોટના રાજમાર્ગો પર જગત જનની મા ઉમિયાની નગરયાત્રામાં રાજકોટ શહેરની એકતા અને સમરસતાના અભૂતપૂર્વ દર્શન થયા હતા.
ત્રિવેણી સમારોહમાં આયોજન અને અમલિકરણ સમિતિના અધ્યક્ષ કૌશીકભાઈ રાબડીયા, ઉપાધ્યક્ષ હર્ષિતભાઈ કાવર, મંત્રી પ્રફુલભાઈ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ ૪૦ જેટલી સમિતિઓમાં ૩ હજાર જેટલા સ્વયંસેવકો પોતાના શ્રમયજ્ઞ થકી પાર્કીંગ, રસોડા, ભોજનાલય જેવી મહત્વપૂર્ણ કામગીરી પુરી નિષ્ઠાથી બજાવી હતી. સમગ્ર વ્યવસ્થાને સુચારૂઢબે પરિપૂર્ણ કરવા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ-રાજકોટના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
ત્રિવેણી સમારોહમાં ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સમાજને ઉદ્બોધન કરતા જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજ પોતાના વડવાઓના પરિશ્રમ થકી પ્રગતિ સાંધી છે. પથ્થર માંથી શિલ્પ (મૂર્તી) બન્યો છે. પાટીદાર સમાજ તકો ઉભી કરનાર સમાજ છે. સમાજે સંગઠીત થવાની વાત પર તેઓએ ભાર મુક્યો હતો. સંગઠન એજ પાટીદારોનું અસ્તિત્વ છે સૌરાષ્ટ્રની તમામ સંસ્થાઓએ ઉમિયાધામના નેજા હેઠળ એક બની કાર્ય કરવું પાટીદાર સમાજ સરસ્વતીની સાધના મા લક્ષ્મીની ધનકૃપા અને મા ઉમિયાની આરાધના થકી સંગઠીત બની પ્રગતિ સાંધે તેવી નેમ વ્યકત કરી હતી. ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ સંક્ષીપ્ત ડોક્યુમેન્ટરી દ્રારા નિર્માણાધીન જીવન વિદ્યાપીઠ- રાજકોટનો તેમજ મંત્રી જયેશભાઈ પટેલે અમદાવાદ પ્રોજેકટનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંગઠન સમિતિ-સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાએ કર્યુ હતુ. સમૂહ ભોજન પૂર્વે યોજાયેલ દરરોજ મહાઆરતીમાં પાટીદારોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ૧૯૯૯ માં ઓ.આર.પટેલ ની અધ્યક્ષતામાં સમુધ્ધી યોજના-૧ ખુલ્લી મુકવામાં આવી ત્યારબાદ ૨૦૧૨ માં રજત જયંતિ મહોત્સવ માં સમુધ્ધી યોજના-૨ અમલમાં મુકવામાં આવી આ સમુધ્ધી યોજનાના દાન થકી દિકરા-દિકરીઓ માટે સંકુલો છાત્રાલયો નું નિર્માણ સાથે અનેક સમાજ વિકાસના કાર્યો કરવામાં આવ્યા સિદસર ના નેજા હેઠળ અમલી બનાવેલ સમુધ્ધી યોજના -૩ અંતર્ગત ઉમા સંકુલ, જીવન વિદ્યાપીઠ-રાજકોટ, ઉમા વાટીકા-સિદસર, ઉમા છાત્રાલય હોસ્ટેલ-અમદાવાદ ના શૈક્ષણિક પ્રોજેકટો નિર્માણાધીન છે. આ સમુધ્ધી યોજનાઓમાં ઇશ્વરીયા ઉમાસંકુલ માં જીવન વિદ્યાપીઠ- રાજકોટ માં ૧૨.૫૧ કરોડનું દાન આપનાર મુખ્ય દાતા જીવનભાઈ ગોવાણી પરિવાર, ૩.૧૧ કરોડ ના ઓડીટોરીયમ હોલના દાતા તરીકે અમીતાબેન નટુભાઈ ઉકાણી, તથા સોનલબેન મૌલેશભાઈ ઉકાણી, સ્પોર્ટસંકુલ ના દાતા પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ, રાજનભાઈ વડાલીયા, સનફોર્જના રાજેશભાઈ કાલરીયા, ૩.૧૧ કરોડ વિદ્યાસંકુલ-૧ ના દાતા ઇટાલીકા ગ્રુપના રેખાબેન શૈલેષભાઈ વૈશ્નાણી ૩.૧૧ કરોડ વિદ્યાસંકુલ-૨ ના દાતા કિરણભાઈ વાછાણી, ૧.૧૧ કરોડના લાયબ્રેરીના દાતા ફાલ્કન ગ્રુપના પરીતા રીશીભાઈ કોટડીયા, ભાવનાબેન જગદીશભાઈ કોટડીયા, ૧૧ લાખના લીફટના દાતા દિલીપભાઈ તથા નિતિનભાઈ ફળદુ-જામનગર, ૭.૫૧ લાખના સ્કૂલરૂમના દાતા તરીકે પ્રવીણભાઈ રામાણી, સંજયભાઈ કોરડીયા (ધારાસભ્ય-જૂનાગઢ) ડો. પ્રદીપ કણસાગરા, ત્રિભૂવનભાઈ વાંસજાળીયા-મોરબી, પ્રવીણભાઈ લેડીઝીલ ગ્રુપ, જીજ્ઞેશ આદ્રોજા એન્જલ ગ્રુપ, ધીરૂભાઈ ડઢાણીયા સુમો ગ્રુપ, દિલીપભાઈ ધરસંડીયા, ભરતભાઈ વાંસજાળીયા, ગૌતમભાઈ ધમસાણીયા,વિપુલભાઈ માકડીયા (સી.એ), મંજુલાબેન અઘેરા- લંડન, સંજયભાઈ ઘરસંડીયા, કાંતીભાઈ માકડીયા નેબ્યુલા ગ્રુપ, કરશનભાઈ આદ્રોજા, તથા ઉમિયાધામ સિદસરમાં રૂા. રપ લાખનું અનુદાન આપી દાતા ટ્રસ્ટી બનેલા દિલીપભાઈ માકડીયા, અરવિંદભાઈ ઘેટીયા, સંજય ઝાકાસણીયા, વિકી ચુનીભાઈ ધોડસરા મેટ્રો ગ્રુપ, મનોજભાઈ એરવાડીયા, પ્રજ્ઞેશ રૈયાણી, મનસુખભાઈ ભીમાણી, શૈલેષભાઈ દેસાઈ, ડો. કલ્પેશ હરગોવિંદભાઈ હરીપરા, ચંદુભાઈ ઝાલરીયા, શૈલેષભાઈ ભાલોડીયા, અશ્વિનભાઈ માકડીયા, માનવ ઝાટકીયા, હેમેન્દ્રભાઈ માણસુરીયા, કાંતીભાઈ ખાનપરા, કે.કે.સોરઠીયા, શેખર આદ્રોજા, જીતભાઈ કુંડારીયા, ધીરૂભાઈ કનેરીયા, મનોજભાઈ લાડાણી, રમણીકભાઈ કાલાવડીયા, જેરામભાઈ ભાલોડીયા સહીત રર જેટલા ટ્રસ્ટીઓનું વિવિધ કાર્યોક્રમો દરમ્યાન સન્માન કરવામાં આવ્યુ હતુ.


