- G-7 દેશોના વિદેશ મંત્રીઓએ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની ચેતવણી
- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવાની અપીલ પણ કરવામાં આવી
- ઈઝરાયેલનું કહેવું છે કે તે ઈરાનના આ હુમલાનો ચોક્કસ જવાબ આપશે
Israel Iran Row: ઈરાન દ્વારા ઈઝરાયેલ પર થયેલા હુમલાનો આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે. હવે G-7 દેશોના વિદેશ મંત્રીઓએ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. આ સાથે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવાની અપીલ પણ કરવામાં આવી છે. G-7 જૂથના દેશોના વિદેશ મંત્રીઓએ ઈરાનના ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલાને લઈને તેહરાન સામે નવા પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી હતી. G-7 દેશોએ પણ બંને પક્ષોને સંઘર્ષ ટાળવા અપીલ કરી હતી. જો કે, ઈઝરાયેલનું કહેવું છે કે તે ઈરાનના આ હુમલાનો ચોક્કસ જવાબ આપશે.
ઔદ્યોગિક દેશોના મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરનાર ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસીય બેઠકનો એજન્ડા તાજેતરના ઘટનાક્રમના સમાધાન માટે શુક્રવારે બદલવામાં આવ્યો છે. ઈરાને ઈસ્ફહાન શહેરની નજીક ડ્રોન દેખાયા બાદ એક મુખ્ય એરફોર્સ બેઝ અને પરમાણુ સાઇટની સુરક્ષા માટે તેના પર હુમલો કર્યો હતો.
નેતન્યાહુનું આકરું વલણ
ઈરાનનું માનવું છે કે ઈરાનના એરફીલ્ડમાં દેખાતા ડ્રોન ઈઝરાયેલ દ્વારા બદલો લેવાની કાર્યવાહી છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનું વલણ એ પણ સ્પષ્ટ કરે છે કે ઈઝરાયેલ ચોક્કસ બદલો લેશે. આ માટે ઈઝરાયેલના પીએમએ પોતાના સૈન્ય અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક પણ કરી છે.
તણાવ વચ્ચે નવા દાવાની ચર્ચા
તો, ઈરાનના હુમલાને લઈને એક મોટો દાવો પણ સામે આવ્યો છે. ઈરાની અધિકારીઓનું માનવું છે કે ઈરાન પર આ હુમલો તેની ધરતી પરથી કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેના સંઘર્ષ વચ્ચે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક બાબત છે. તેઓ દાવો કરે છે કે ઇઝરાયેલ તરફી મિલિશિયા જૂથ ઈરાનમાં પ્રવેશ્યું અને પછી તેને ડ્રોન વડે નિશાન બનાવ્યું.


