- ઈઝરાયલના સાંસદ બેંની ગેંટઝે સરકાર છોડયા પછી આ નિર્ણય લેવાયો
- નેતન્યાહૂએ વોર કેબિનેટ ભંગ કરી સૌને ચોંકાવી દીધા
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા આઠ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા આઠ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આવામાં ઈઝરાયલના વડાપ્રધાને અચાનક જ વૉર કેબિનેટને ભંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે પ્રમુખ સહયોગીએ સરકાર છોડયા પછી આ નિર્ણય લીધો છે. નેતન્યાહૂ હવે ગાઝા યુદ્ધ વિશે સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટ અને યુદ્ધકીય મામલાના મંત્રી રોન ડર્મર સહિત મંત્રીઓના એક નાના જૂથની સાથે ચર્ચા કરશે. આ તમામ વૉર કેબિનેટમાં સામેલ હતા.
વૉર કેબિનેટની રચના ત્યારે કરવામાં આવી હતી જ્યારે ગત વર્ષે ઑક્ટોબરમાં હમાસ સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી આ વખતે ગેંટઝ નેતન્યાહૂના સાથી રાષ્ટ્રીય એકતા સરકારમાં સામેલ થયા હતા. ઈમાં ગેંટઝના સાદી ગાજી ઈસેનકોટ અને ધાર્મિક પાર્ટી શાસના પ્રમુખ આર્ય ડેરીના નિરીક્ષકોને રૂપમાં સામેલ હતા. ગેંટઝને ઈસેનકોટ બંને ગત અઠવાડિયે નેતન્યાહૂ પર ગાઝા યુદ્ધને લઈ સ્પષ્ટ રણનીતિની અછતને ટાંકતા સરકાર સાથે અંતર બનાવી લીધું છે.
આ પણ જાણી લો
ગેંટઝે એવી માંગ કરી હતી કે નેતન્યાહૂની સરકારમાં દક્ષિણપંથી સાંસદોને એકબાજુ કરવા માટે એક નાનું મંત્રીમંજળ બનાવવામાં આવે. ગેંટઝ, નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી આના સભ્ય હતા અને તેમને પૂરું યુદ્ધ દરમિયાન મળીને મહત્ત્વના નિર્ણય લીધા. ઈઝરાયલી અધિકારીઓએ નામ ખાનગી રાખવાની શરતે એ વાત કરી કારણ કે તેમને મીડિયાની સાથે આ ફેરફાર પર ચર્ચા કરવાનનો અધિકાર નથી. આગળ ચાલીને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાની સરકારના કેટલાક સભ્યો સાથે નાની નાની બેઠક કરશે.


