- સસ્તા અનાજના દુકાનદારો પુરવઠાનું નહી કરે વિતરણ
- 20 હજારના કમિશન મુદ્દે પરવાનેદાર લડત આપવા મક્કમ
- 700થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય
રાજકોટમાં દિવાળીના તહેવાર ઉપર ગરીબોને રાશન મળશે નહીં. સસ્તા અનાજના દુકાનદારો પુરવઠાનું વિતર કરશે નહી. તેમાં રૂપિયા 20 હજારના કમિશન મુદ્દે પરવાનેદાર લડત આપવા મક્કમ છે. જેમાં 700થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. તેમાં 31 ઓક્ટોબર સુધીનું સરકારને દુકાનદારોએ અલ્ટી મેટમ આપ્યું છે.
1 નવેમ્બરથી માલ નહી ઉપાડવા અને વિતરણ નહી કરવા નિર્ણય કર્યો
1 નવેમ્બરથી માલ નહી ઉપાડવા અને વિતરણ નહી કરવા નિર્ણય કર્યો છે. આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો થઈ શકે છે. શહેરમાં દિવાળીના તહેવાર ઉપર ગરીબોને રેશનીગનું અનાજ નહી મળે તેવા એંધાણ છે. જેમાં સસ્તા અનાજના દુકાનદારો પુરવઠાનું વિતરણ કરશે નહિ. ત્યારે રૂપિયા 20 હજારના કમિશન મુદ્દે હજુ પણ અવઢવને પગલે પરવાનેદાર લડત આપવા મક્કમ છે. રાજકોટ જિલ્લામાં 700થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો આ નિર્ણય છે. જેમાં 31 તારીખ સુધીનું સરકારને દુકાનદારોએ અલટી મેટમ આપ્યું છે. પહેલી તારીખથી માલ નહી ઉપાડવા અને વિતરણ નહી કરવા સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે.
આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો થઈ શકે છે
આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો થઈ શકે છે. જન્માષ્ઠમી ઉપર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમાં કમિશનર પેટે 20 હજાર આપવાની માંગણી સ્વીકારવામાં આવી હતી. માંગણી અંતર્ગત જૂજ દુકાનદારો જ આવતા હોવાનું સામે આવતા સરકારે છેતર્યા હોવાની દુકાનદારોની લાગણી છે. ત્યારે દશેરા સુધીમાં નિરાકરણ લાવવા આપવાની ખાતરી આવી હતી. શરદ પૂનમ વીતી ગઈ છતાં હજુ સરકાર તરફથી કોઈ પ્રક્રિયા થઈ નથી. તેમ સસ્તા અનાજના દુકાનદારોએ જણાવ્યું છે.