રાજકોટના સોની વેપારીઓ વચ્ચે હાલમાં ઇન્કમટેક્સ (IT) વિભાગ દ્વારા સોનાના સ્ટોકને લઈને ઇશ્યૂ કરાયેલી નોટિસોના કારણે ફફડાટ ફેલાયો છે. રાજકોટના સંખ્યાબંધ વેપારીઓને IT વિભાગ તરફથી નોટિસ મળી છે. આ મામલે રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિયેશનના પ્રમુખ ભાયાભાઈ સહોલિયાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર મુખ્યત્વે બે બાબતો જાણવા માંગે છે; ગોલ્ડ સ્ટોક: વિદેશથી સોનાની આયાત કરનાર વેપારીઓ અને તેમની પાસેથી સોનું ખરીદનાર વેપારીઓ પાસે હાલમાં સોનાનો કેટલો સ્ટોક છે.
રાજકોટના સંખ્યાબંધ વેપારીઓને નોટિસ ઇશ્યૂ થઈ
ખરીદી અને વેચાણ: વેપારીઓએ સોનાની ખરીદી કર્યા બાદ તે કોને કોને વેચ્યું છે અને તે ગ્રાહક સુધી પહોંચ્યું છે કે હજી સ્ટોકમાં છે. આ ઉપરાંત સરકાર એ પણ જાણવા માંગે છે કે સોનાનો ઉપયોગ અન્ય કોઈ પ્રવૃત્તિમાં થઈ રહ્યો છે કે કેમ, અથવા સોનાના પૈસાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે. IT વિભાગની આ કાર્યવાહીથી સોનાના વેપારીઓની ખરીદી, વેચાણ અને સ્ટોકની વિગતોની ચકાસણી કરવામાં આવશે.


