શિયાળામાં સ્વસ્થ રહેવા લોકો ભોજનમાં ગોળનો વધુ ઉપયોગ કરે છે. ગોળમાં મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, અને પોટેશિયમ સારી માત્રામાં રહેલા છે. એટલે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છે. ખાંસી અને શરદીની સમસ્યામાં સૂંઠ, તુલસીના ઉકાળામાં ગોળ નાખી પીવાથી ખૂબ રાહત મળે છે. ગોળ શરીર માટે ગુણકારી છે પરંતુ શું આપણ નકલી ગોળ તો ખાતા નથી ને. બજારમાં વેચાતો ગોળ નકલી પણ હોઈ શકે છે.
નકલી ગોળની સ્વાસ્થ્ય પર અસર
એક્સપર્ટ કહે છે કે ગોળમાં વજન વધારવા અને તેને સોનેરી રંગ આપવા માટે વોશિંગ સોડા, ચાક પાવડર અને મેટાનિલ યલો જેવા રાસાયણિક રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગોળામાં રહેલા આ રસાયણો સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. ગોળમાં ઉમેરાતો સલ્ફર ડાયોક્સાઇડ હાડકાંને નબળા પાડે છે અને હાડકાંની ઘનતા ઘટાડે છે. તેનાથી પણ વધુ ખતરનાક રસાયણ મેટાનિલ યલો કલર છે. ગોળને પીળો રંગ આપવા માટે વપરાતો આ કૃત્રિમ રંગ કાન, લીવર, આંતરડા, હૃદય અને ચેતા પર પ્રતિકૂળ અસર કરે છે. શરીરમાં ઓક્સિડેટીવ તણાવ પણ વધારે છે. નકલી ગોળ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. એટલે આ રીતે તમે ગોળ અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકો છો.
નકલી ગોળની આ રીતે કરો ઓળખ
FSSAI મુજબ નકલી ગોળ ઓળખવા માટે, તમે પાણી પરીક્ષણ કરી શકો છો. એક ગ્લાસ પાણીમાં ગોળનો એક નાનો ટુકડો ઓગાળો. જો પાણીનો રંગ બદલાય છે, તો તે રંગમાં ભેળસેળયુક્ત હોવાની શક્યતા છે. શુદ્ધ ગોળ તેનો રંગ ગુમાવતો નથી. ગોળમાં વોશિંગ પાવડરની ભેળસેળ ઓળખવા માટે, ગોળને પાણીમાં નાખો અને તળિયે સફેદ ડાઘ છે કે નહીં તે તપાસો. જો સફેદ પાવડર બહાર પડી જાય, તો ગોળ ભેળસેળવાળો છે. અસલી ગોળ નરમ હોય છે અને સરળતાથી તૂટી જાય છે. જો કે, જો તે ખૂબ કઠણ કે દાણાદાર હોય, તો તે ભેળસેળયુક્ત હોઈ શકે છે અને તેમાં ખાંડ કે અન્ય રસાયણો હોઈ શકે છે. જોકે, આ ચકાસવા માટે તેનો સ્વાદ ચાખી લો. અસલી ગોળ મીઠો હોય છે. ગોળનો એક નાનો ટુકડો લો અને તેને તમારી હથેળીમાં ઘસો. જો થોડું તેલ નીકળે તો તે ભેળસેળવાળું છે. અસલી ગોળમાંથી કોઈ તેલ નીકળતું નથી.


