જાપાનમાં આવેલા 7.5ની તીવ્રતા વાળા ભૂકંપે સામાન્ય જન જીવનને અસ્ત વ્યસ્ત કરી દીધુ છે. ભૂકંપે માત્ર રસ્તાઓને જ નુકસાન નથી પહોંચાડ્યુ પરંતુ હજારો લોકોના ઘરમાં વિજળી ચાલી ગઇ.જેમાં તેઓ ઠંડીમાં ઠુઠરવા મજબૂર બન્યા. ભૂકંપને કારણે ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થવાના અહેવાલ છે. આની જાણકારી સ્થાનિક મીડિયા દ્વારા પ્રાપ્ત થઇ છે.
ભૂકંપના કારણે 30 લોકો ઘાયલ થયા
મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપ સોમવારે જાપાની સમય પ્રમાણે રાત્રિના 11.15એ આવ્યો હતો. ભૂકંપના કારણે 30 લોકો ઘાયલ થયા છે. આ સિવાય અનેક જગ્યાઓ પર રસ્તા અને ઘરને નુકસાન પહોંચ્યુ છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકો ડરી ગયા હતા. ભૂકંપ બાદ સુનામીનુ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. આ સિવાય અન્ય વિસ્તારમાં પણ ફરી ભૂકંપ આવવાની માહિતી આપવામાં આવી છે.
પર્યાપ્ત માત્રામાં ઘરમાં જરૂરી સામાન સાથે રાખવા સૂચના અપાઇ
જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીએ પ્રભાવિત વિસ્તારના લોકોને એક બે અઠવાડિયા સુધી સ્થાનિક અધિકારીઓ અને હવામાન વિભાગ તરફથી અપડેટ માટે એલર્ટ રહેવાની સૂચના આપી છે અને આવનારા અન્ય ભૂકંપ કે સુનામીની પરિસ્થિતિને લઇને તૈયાર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. સ્થાનિક લોકોને પર્યાપ્ત માત્રામાં ઘરમાં જરૂરી સામાન સાથે રાખવા સૂચના અપાઇ છે.
વાયરલ વીડિયોમાં જોવા મળ્યો લોકોનો ગભરાટ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ભૂકંપ સમયે ભયાનક દ્રશ્ય જોવા મળે છે. હાચિનોહે અને તાકીઝાવાના ફૂટેજમાં માછલીના ટેન્કમાંથી પાણી ઝડપથી છલકાઈ રહ્યું છે.ક્યાંક બારીઓ તૂટી રહી છે તો ક્યાક ઉપરના માળેથી ઝરણાની જેમ પાણી વહેતુ જોવા મળી રહ્યુ છે. લોકો ડરતા પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ બાબા વેંગાની વધુ એક ભવિષ્ય વાણી સાચ્ચી પડી, જાપાનના લોકોમાં ગભરાટ


