જાપાન અને ફિજીમાં એક સાથે ભૂકંપે ધરતી કંપાવી દીધી. ત્રણ દિવસ પહેલા જ જાપાનમાં આવેલા 7.5 તીવ્રતાના ભૂકંપે સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. જ્યારે શુક્રવાર એટલે કે 12 ડિસેમ્બરે જાપાનમાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે.તે સમયે આકાશમાં બ્લ્યુ કલરના પ્રકાશ જેવું અજીબો ગરીબ વસ્તુ દેખાઇ હતી.
ભૂકંપે જાપાન અને ફિજીની ધરતી કંપાવી
જાપાન અને ફિજીમાં એક સાથે ભૂકંપે ધરતી કંપાવી દીધી. ત્રણ દિવસ પહેલા જ જાપાનમાં આવેલા 7.5 તીવ્રતાના ભૂકંપે સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. જ્યારે શુક્રવાર એટલે કે 12 ડિસેમ્બરે જાપાનમાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, શુક્રવારની સવારે ટોક્યો, જાપાનના નજીક રિક્ટર સ્કેલ પર 5.1 તીવ્રતાના ઝટકા અનુભવાયા.એજન્સી અનુસાર, ભૂકંપની કેન્દ્રબિંદુ ટોક્યો થી 680 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં હતું. ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 3:39 વાગ્યે સપાટીથી 62 કિલોમીટર ઊંડાઈએ આવ્યો.
જાપાનના આઓમોરીમાં કંઈ ખાસ જોવા મળ્યું
આ પહેલા બુધવારે જાપાનના આઓમોરીમાં કંઈ ખાસ જોવા મળ્યું હતું. ઉત્તરી જાપાનના આ વિસ્તારમાં 7.6 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતાં થોડા સમય પહેલાં આકાશમાં તેજસ્વી બ્લયુ કલરની લાઇટ્સ જેવુ આશ્ચર્યજનક જોવા મળ્યુ હતુ. અનેક મોબાઇલ ફોન દ્વારા તેને કેદ કરવામાં આવ્યુ.આ અજીબ ચમકને કારણે દુર્લભ કુદરતી ઘટના વિશે લોકોની ઉત્સુકતા ફરી વધી છે. વૈજ્ઞાનિકો માને છે કે ભૂકંપીય તાણને કારણે પૃથ્વીની સપાટીમાં ઇલેક્ટ્રિક ચાર્જોનુ સર્જન થાય છે, જે હવામાં આયોનાઇઝેશન કરે છે. તેના કારણે જ આ રહસ્યમયી રોશની દેખાય છે.
ફિજી પણ ભૂકંપથી હચમચાયું
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, શુક્રવારની સવારે ફિજી નજીક પણ રિક્ટર સ્કેલ પર 5.1 તીવ્રતાના ભૂકંપની અસર અનુભવાઈ. એજન્સી અનુસાર, ભૂકંપની કેન્દ્રબિંદુ ફિજીની રાજધાની સુવા થી 356 કિલોમીટર પૂર્વ દિશામાં હતું. ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 3:38 વાગ્યે સપાટીથી 553 કિલોમીટર ઊંડાઈએ આવ્યો.


