જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકાને કારણે તબાહી મચી ગઇ છે. જાપાન હવામાન વિભાગે એડવાયઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે મોટી સુનામીનો ખતરો છે અને લોકોને સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. આવો જાણીએ આ એડવાયઝરી વિશે..
8 કે તેથી વધુના આવી શકે છે ભૂકંપ
જાપાનમાં ભૂકંપના આંચકાઓએ ભારે તબાહી મચાવી છે. મંગળવારે હોક્કાઇડોના દક્ષિણમાં આવેલા આઓમોરીના પૂર્વ કિનારે 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં નોંધપાત્ર નુકસાન પહોંચ્યુ છે. અને 4 લોકોને નાની ઇજાઓ પણ પહોંચી હતી.આ ભૂકંપમાં રસ્તાઓ અને ઇમારતો પર મર્યાદિત અસર થઈ હતી.પરંતુ આ ભૂકંપ પછી, જાપાનની હવામાન એજન્સીએ એક દુર્લભ મહાભૂકંપની ચેતવણી જાહેર કરી છે.. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારના ભૂકંપ પછી આ ભૂકંપ હળવો હતો, જેના કારણે આ પ્રદેશમાં મોટા ભૂકંપનું જોખમ વધ્યું છે, અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ચેતવણી કોઈ આગાહી નથી, પરંતુ આ પ્રદેશમાં 8 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપની આગાહી કરવામાં આવી છે.
અધિકારીઓને આશા છે કે આ એલર્ટ રહેવાસીઓને સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા પ્રોત્સાહિત કરશે,ખાસ કરીને 2011ની તે આપત્તિઓને ધ્યાનમાં રાખીને, જેમાં લગભગ 20,000 લોકો માર્યા ગયા હતા અને ફુકુશિમા પરમાણુ દુર્ઘટના તરફ દોરી ગઈ હતી.
મહાભૂકંપની ચેતવણી આપી
જાપાન હવામાન એજન્સી (JMA)ના જણાવ્યા અનુસાર આવતા અઠવાડિયે આઠથી વધુ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવવાની પ્રબળ સંભાવના છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને સતર્ક રહેવા, ઇમરજન્સી કીટ તૈયાર રાખવા અને જો જરૂરી હોય તો તાત્કાલિક સ્થળાંતર કરવા વિનંતી કરવામાં આવી છે.
આવનારો ભૂકંપ કેવો હોઇ શકે છે?
જાપાનની સમાચાર એજન્સી અનુસાર, સરકારી આગાહીઓ ચેતવણી આપે છે કે હોક્કાઇડો-સાનરિકુ ક્ષેત્રમાં બીજો એક ઓફશોર સુપર-અર્થકંપ 30 મીટર ઊંચા સુનામીનું કારણ બની શકે છે. આ સુનામીમાં અનેક લોકોના જીવ જઇ શકે છે. લાખોનુ નુકસાન થવાની ભીતિ છે. લગભગ 31 ટ્રિલિયન યેન ($198 બિલિયન)નું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.


