જાપાની લોકો ફિટ એન્ડ ફાઈન હોય છે. જાપાનના 90 ટકા લોકો ફિટ અને પાતળા દેખાય છે. જાપાનના લોકોની તંદુરસ્તીનું રહસ્ય તેમની ખાસ પ્રકારે ચાલવાની ટેકનીક છે. જે જાપાનીઝ વોક તરીકે ઓળખાય છે. અને એટલે વજન ઉતારવા જાપાનની આ ખાસ ટેકનીક ભારતમાં લોકપ્રિય થઈ રહી છે. જાપાનીઝ વોક એ ચાલવાની અલગ પ્રકારની રીત છે જેમાં વ્યક્તિ વધુ પડતાં ઝડપ નહીં અને બહુ ધીરે નહીં એ રીતે ચાલે છે. આ રીતે વોક કરવાથી જલદી શ્વાસ પણ ચઢતો નથી. અને એટલે જ આ વોક શરીર માટે બેસ્ટ છે.
જાપાનના લોકો જેવું ફિગર બનાવવાો ટ્રેન્ડ
ભારતીય લોકોમાં છેલ્લા 5 વર્ષમાં સ્થૂળતાનું પ્રમાણ વધ્યું છે. તેનું કારણ અનિયમિત જીવનશૈલી અને જંકફૂડ તેમજ આલ્કોહોલ લેવા જેવી ખોટી ખાનપાનની આદત છે. લોકોમાં આરોગ્ય સમસ્યા વધતા હવે ફિટનેસ બાબતે જાગૃત થયા છે. વજન ઉતારવા લોકો જીમમાં કલાકો સુધી કસરત અને ક્રશ ડાયટ કરે છે. પરંતુ થોડા સમયમાં ફરી પાછું વજન વધવા લાગે છે. જીમમાં હાર્ડ કસરત કયારેક હાર્ટએટેકનું કારણ બને છે. હાલમાં સોશિયલ મીડિયામાં જાપાનીઝ વોક શબ્દ ટ્રેન્ડમાં છે. જાપાનના લોકો સ્લીમ અને ફીટ છે. તેમનું વજન કે પેટની ચરબી વધતી નથી. એટલે ભારતમાં પણ હવે જાપાનના લોકો જેવું ફિગર બનાવવા માટે જાપાનીઝ વોક ટેકનીક લોકો ટ્રાય કરી રહ્યા છે.
જાણો શું છે જાપાનીઝ વોક
જાપાની વોકમાં ઝડપી ગતિ અને ધીમી ગતિ બંને રીતે ચાલવામાં આવે છે. પહેલા 3 મિનિટ માટે ઝડપી ગતિએ ચાલવામાં આવે છે. ત્યારપછી 3 મિનિટ માટે ધીમી ગતિએ ચાલવાનું હોય છે. પહેલા ઝડપી અને પછી ધીમું એટલે આ ચાલ થોડી મુશ્કેલ માનવામાં આવે છે. વજન ઉતારવા 30 મિનિટના સમયગાળામાં આ પ્રક્રિયાનું ઓછામાં ઓછું 5 વખત પુનરાવર્તન કરવું. આ ચાલમાં શરીર સંપૂર્ણપણે સીધું રાખવાું. અને ચાલતી વખતે, તમારે ઊંડા અને લાંબા શ્વાસ લેવા અને શ્વાસ બહાર કાઢવા જેથી તમારી શ્વાસ લેવાની કસરત પણ થશે. આ વોક પેટની ચરબી ઘટાડે છે અને સ્થૂળતા પણ ઘણી હદ સુધી ઘટાડે છે. નિયમિત જાપાનીઝ વોક કરવાથી બેડોળ શરીર આકર્ષક બનશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


