- ટ્રોફીનું વજન 0.9 ગ્રામ છે અને 1 ઈંચ જેટલી ઊંચાઈ ધરાવે
- 2019માં પણ તેઓએ 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવી હતી
- ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની ઈચ્છા
ક્રિકેટનો ક્રેઝ અલગ જ લેવલ પર ચાલી રહ્યો છે. જેમાં પણ આવતીકાલે ક્રિકેટ વર્લ્ડ કપમાં અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે આ માટે લોકોની અલગ જ પ્રકારની દીવાનગી સામે આવી રહી છે. આ વચ્ચે અમદાવાદના એક જ્વેલરે સૌથી નાનો સોનાનો વર્લ્ડ કપ બનાવ્યો છે. જેનું વજન 0.9 ગ્રામ છે અને 1 ઈંચ જેટલી ઊંચાઈ ધરાવે છે.
આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના એક ઝવેરીએ માત્ર 0.9 ગ્રામ વજનની ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી તૈયાર કરી છે. જ્વેલર રઉફ શેખે આ ટ્રોફી આ પહેલા 2014માં 1.200 ગ્રામ વજનની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી અને 2019માં પણ તેઓએ 1 ગ્રામ વજનની ટ્રોફી પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. જેની સાથે જ આ વર્ષે 0.9 ગ્રામની ટ્રોફી બનાવી છે.
પોતાના ક્રિકેટ પ્રેમ અંગે જ્વેલર રઉફ શેખે જણાવ્યું કે, પહેલાથી જ તેઓ ક્રિકેટના શોખીન છે. તેમની ઈચ્છા સૌથી ઓછા વજનની ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી બનાવવાની હતી. તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની પણ તેઓ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. વર્ષ 2019માં તેઓ 1 ગ્રામ જનની ટ્રોફી બનાવીને આ રેકોર્ડ ચૂકી ગયા હતા. બસ આ જ રેકોર્ડને સાબિત કરવા માટે હવે તેઓએ પૂરી મહેનત કરી છે.
સૌથી ઓછા વજન વાળી ટ્રોફી તૈયાર કરવા માટે 2 મહિનાનો સમય લાગ્યો હતો. એટલું જ નહીં રઉફ શેખે એમ પણ જણાવ્યું છે કે જો તેમને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે તો તેઓ આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત અર્પણ કરશે. આ સાથે જ તમને એ જાણવું પણ ગમશે કે આ ઝવેરીને સોના-ચાંદીમાંથી નાની-નાની વસ્તુઓ બનાવવાનો પણ જબરો શોખ છે. જેમાં અત્યાર સુધી તેઓ ચાંદીનો રથ, સોનાની રાખડી, સોનાની ગણપતિની મૂર્તિ વગેરે બનાવી ચૂક્યા છે