- 6 ટ્રેન સંપૂર્ણ રદ્દ, 4 ટ્રેન આંશિક રીતે રદ્દ રહેશે
- તા.23મી ઓક્ટોબરથી છઠ્ઠી નવેમ્બર સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે
- તા.23મી ઓકટોબરની અમદાવાદ-વેરાવળ,વડોદરા-જામનગર ઈન્ટરસીટી ટ્રેન રદ્દ રહેશે
પશ્ચિમ રેલવેના મુંબઈ અને વિરમગામમાં રેલવે દ્વારા લેવામાં આવનાર બ્લોકને લીધે રાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં જિલ્લામાંથી પસાર થતી 6 ટ્રેનો સંપૂર્ણ રદ્દ કરાઈ છે. જયારે 4 ટ્રેનો આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. મુંબઈના ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનના નિર્માણ કાર્યને લઈને નોન ઈન્ટરલોકીંગને ધ્યાને રાખીને રેલવે દ્વારા બ્લોક લેવામાં આવનાર છે. જેને લીધે તા. 4થી નવેમ્બરની બાંદ્રા ટર્મીનસ-જામનગર અને પમી નવેમ્બરની જામનગર-બાંદ્રા ટર્મીનસ ટ્રેન સંપૂર્ણ પણે રદ્દ કરાઈ છે. જયારે તા. 27મી ઓકટોબરથી 6ઠ્ઠી નવેમ્બર સુધી બાંદ્રા ટર્મીનસથી વેરાવળ જતી ટ્રેન બોરીવલીથી ઉપડશે. તા. 26 ઓકટોબરથી 5 નવેમ્બર સુધી વેરાવળ-બાંદ્રા ટર્મીનસ ટ્રેન બોરીવલી સુધી જ જશે. તા. રજી નવેમ્બરના રોજ બાંદ્રા ટર્મીનસ-જામનગર હમસફર એકસપ્રેકસ બોરીવલીથી ઉપડશે. આ ટ્રેનો બાંદ્રા-બોરવલી વચ્ચે રદ્દ રહેશે. બીજી તરફ અમદાવાદ-વિરમગામ સેકશનમાં છારોડી, જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતીશકિત કાર્ગો ટર્મીનલની સાથે કમીશનીંગ કરવા બ્લોક લેવામાં આવનાર છે. જેને લીધે તાફ તા.23મી ઓકટોબરની અમદાવાદ-વેરાવળ, વેરાવળ-અમદાવાદ, વડોદરા-જામનગર અને જામનગર-વડોદરા ઈન્ટરસીટી ટ્રેન રદ્દ રહેનાર છે. જયારે તા. 23 ઓકટોબરની ઓખા-અમદાવાદ સ્પેશ્યિલ વિરમગામ સુધી જ જશે. આ ટ્રેન વિરમગામ-અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.