- અમેરિકા, બ્રિટીશ સૈન્ય દ્વારા રાતા સમુદ્રમાં હોતી બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી
- અમેરિકી રાષ્ટ્રપતિએ આતંકવાદનો હજી સફાયો નથી થયાનું સ્વીકાર્યું
- ઈરાન હોતી બળવાખોરોને હથિયાર પુરા પાડતું હોવાનો અમેરિકાનો આક્ષેપ
અમેરિકન સૈન્ય ફરી એકવાર ગુરુવારે હોતી બળવાખોરોના ઠેકાણાઓને ટાર્ગેટ કરી હુમલાઓ કર્યા હતા. બળવાખોરો વિરુદ્ધ અમેરિકી સૈન્યની આ પાંચમી કાર્યવાહી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્વીકાર કર્યો કે, ”અમેરિકી અને બ્રિટિશ સેનાએ બોમ્બમારો કર્યો છતાં આતંકવાદીઓને રોકી નથી શક્યા.”
યુએસ સેન્ટ્રલ કમાન્ડે ટવિટર પર કરેલી એક પોસ્ટમાં કહેવાયું કે, ”નવા હુમલાને બળવાખોરોને બે એન્ટિ શિપ મિસાઈલોનો નાશ કર્યો છે. જેને દક્ષિણી રાતા સમુદ્રમાં ટાર્ગેટ કરાઈ હતી અને લોંચ કરવા માટે તૈયાર કરવામાં આવી હતી.”
આ દરમ્યાન બાઈડેને પોતાના એક નિવેદમાં કહ્યું કે, ‘અમેરિકા હોતી બળવાખોરો વિરુદ્ધ વળતી કાર્યવાહી યથાવત્ રાખશે. શા માટે આતંકવાદીઓની તરફથી દરિયાઈ જહાજો પર હુમલા પર લગામ નથી કસી શકી.” બાઈડેને આ નિવેદન બુધવારે રાતે હુમલાને અંજામ આપ્યા બાદ આ નિવેદન સામે આવ્યું હતું. અમેરિકી સૈન્યએ હોતી બળવાખોરોના 14 ઠેકાણા પર મિસાઈલ મારો કર્યો. હુમલા રાતા સમુદ્રમાં શરૂ કરાયા હતા અને 14 મિસાઈલોને ટાર્ગેટ કરવામં આવી હતી.
અમેરિકા અને બ્રિટિશ યુદ્ધ જહાજ, ફાયર ફાઈટર દ્વારા કરાયેલા મોટાપાયે હુમલા તેમજ પ્રતિબંધો સૈન્ય હુમલા છતાં હોતી બળવાખોરોએ કોમર્શિયલ અને સૈન્ય જહાજો પર હુમલા યથાવત્ રાખ્યા હતા. અમેરિકાએ ઈરાનને બળવાખોરોને હથિયાર પુરા નહીં પાડવા કડક ચેતવણી આપી હતી. અમેરિકાએ અત્યાર સુધી બળવાખોરોએ 60થી વધુ ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા છે.


