આજના સમયમાં ભોજનમાં ઘંઉ અને મેંદાનો ઉપયોગ વધ્યો છે. રોજિંદા આહારમાં ઘંઉની રોટલી, પૂરી અને પરાઠાનો વધુ ઉપયોગ થાય છે. ઘંઉનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ આહારમાં કરાતી સામાન્ય ભૂલો તેમને સ્વાસ્થ્ય લાભ આપતી નથી. પ્રાચીન સમયમાં લોકો ઘંઉ નહી જુવારનો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ સમય બદલાતા, ઘઉં અને મેંદાએ રોજિંદા આહારનું સ્થાન લીધું અને પાચન, અને સુસ્તી સહિતની સ્વાસ્થ્ય સમસ્યા વધી. એટલે જ હવે, નિષ્ણાતો દેશી અનાજ જુવાર તરફ પાછા ફરવાની સલાહ આપી રહ્યા છે.
ઘંઉ નહીં જુવાર ખાવાની નિષ્ણાતની સલાહ
આરોગ્ય નિષ્ણાત કહે છે કે આપણા દાદા અને નાનીના સમયમાં ઘંઉ નહી જુવારની રોટલી લોકો ખાતા હતા. જુવારની રોટલી કે જેને જોનહરીની રોટલી પણ કહેવાય છે. જુવારનું સેવન કરવાના કારણે તેઓ 70 વર્ષે પણ સ્વસ્થ અને મજબૂત છે. આજે લોકોની જીવનશૈલીમાં ધરખમ ફેરફાર થયો છે. ખાસ કરીને કોરોના બાદ લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત થવા છતાં પણ કેટલીક સામાન્ય ભૂલો કરે છે. અત્યારના રોજિંદા આહારમાં ઘઉંનો ઉપયોગ થવા લાગ્યો છે. તેના કારણે તંદુરસ્તી, પાચન અને ઉર્જા સંબંધિત સમસ્યાઓ વધવા લાગી છે.
જુવારની રોટલીના ફાયદા, ફટાફટ ઘટશે વજન
જુવાર ફિટનેસ, ઉર્જા અને સ્નાયુઓના નિર્માણ માટે એક પાવરહાઉસ છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી તે જીમમાં જનારાઓ માટે ઉત્તમ પસંદગી બને છે. ઘંઉ ભારે રાત્રિભોજન શરીર માટે હાનિકારક છે અને પેટની ચરબીમાં વધારો કરે છે. જોકે, ઘઉંને બદલે જુવારની રોટલી ખાવાથી પાચનથી લઈને રોગપ્રતિકારક શક્તિ સુધી, દરેક સ્તરે નોંધપાત્ર ફાયદા થાય છે. કારણ કે જુવારમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી ફક્ત એક કે બે રોટલી પેટ ભરી દે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ વજન ઘટાડવામાં વેગ આપે છે અને વધુ પડતું ખાવાનું બંધ કરે છે.


