હાલ સમગ્ર દેશમાં સાયબર માફિયાનું નેટવર્ક એટલી હદે ઘર કરી ગયું છે કે, કોઇપણના બેંક એકાઉન્ટ સલામત નથી, સાયબર માફિયાઓ ફ્રોડથી મેળવેલી રકમ અન્ય વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવીને બાદમાં તેને ઉપાડી લેતા હોવાનું સામે આવ્યું છે, અને આવું જે ભારત સરકારની NCCRP પોર્ટલ પર મેળેલી આંઠ ફરિયાદનું કનેક્શન જૂનાગઢમાંથી મળ્યું છે. તે પણ એક શ્રમિકના ખાતામાં માત્ર ૬૦ દિવસમાં ૧૫.૫૦ લાખ રૂપિયા ઠલવાયા અને પછી ઉપાડી સગેવગે કરી દીધાનો ગુનો પોલીસે ખુદ દાખલ કર્યો છે.
શંકાસ્પદ લાખોની રકમની હેરાફેરી
જૂનાગઢ જિલ્લામાં પોલીસ પોલીસ સ્ટેશનમાં આજે મોડી રાતે એક ગુનો નોધાયો છે, જેમાં રવિ રાણાભાઇ સુત્રેજા નામના શખ્સના એકાઉન્ટમાં શંકાસ્પદ લાખોની રકમની હેરાફેરી થયેલ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ASI રામભાઈ મેસુરભાઈ ગરચર દ્વારા ફરીયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ભારત સરકારના NCCRP પોર્ટલના માધ્યમથી જયારે કોઇપણ નાગરિક સાથે સાયબર ફ્રોડથી ઘટના બને ત્યારે હેલ્પલાઇન નંબર ઉપર તે ફરિયાદ કરે છે.
બે એકાઉન્ટ નંબર સામે આવ્યા હતા, જેમાં આઠ જેટલી ફરિયાદો નોધાયેલી છે,
અને જે ફરિયાદમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોય તેના બેંક એકાઉન્ટની માહિતી સામે આવે છે,તેવા જ બે એકાઉન્ટ નંબર રવિ મેસુર સુત્રેજાના બે એકાઉન્ટ નંબર સામે આવ્યા હતા, જેમાં આઠ જેટલી ફરિયાદો નોધાયેલી છે, જે ફરિયાદોમાં રવી સુત્રેજાનું એસબીઆઈ બેંકનું એકાઉન્ટ અને બીજું જૂનાગઢના રાણાવાવ ચોકમાં આવેલ બેંક ઓફ મહારાષ્ટ્ર બેંકનું એકાઉન્ટ સામે આવ્યું અને તેમાં આંઠ જેટલી ફરિયાદોના કનેક્શન સામે આવ્યા હતા. જે બને ખાતામાં તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૪ થી તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં (૬૦ દિવસ) માં કુલ ૧૫,૫૦,૪૧૮ ની રકમ જમા થયેલ અને બાદમાં ઉપાડીને સગેવગે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ગુનો નોધવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાંથી ક્યાં રાજ્યનું વંથલી કનેક્શન
૧) યોગેશ દેસાઈ (ગુજરાત) : ૭,૫૦,૦૦૦
૨) ધવલ જોશી (જામનગર) : ૧,૦૮,૫૮૯
૩) અરુણકુમાર (તમિલનાડુ) : ૫૯,૧૦૦
૪) અભિષેક પ્રતાપસિંગ (ઉતરપ્રદેશ) : ૨,૫૩,૦૦૦
૫) રાહુલ પંચાલ (દિલ્હી) : ૨,૨૯,૩૧૫
૬) અંકિત દુગલે (મહારાષ્ટ્ર) : ૫૦,૪૧૪
૭) દેવશ શર્મા (ઉતરાખંડ) : ૧,૦૦,૦૦૦
સાયબર માફિયાઓની મોડસ ઓપરેન્ડી
સાયબર માફિયાઓ હાલ સમગ્ર દેશમાં બેફામ બન્યા છે, તેવામાં જે રીતે આજનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર માફિયાઓએ દેશના અલગ અલગ રાજ્યના શહેરોનોના વ્યક્તિઓને વિશ્વાસ આપીને લાલચ આપીને ટેલીગ્રામ મારફત, રોકાણ કરવાના હેતુથી, વધુ નફો મેળવવાના હેતુથી લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો


