જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર સહિતના છ ઈસમો સામે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે, જે છ આરોપી પૈકીના તાલાલા, માંગરોળ, પોરબંદરના ચાર આરોપીને પોલીસે ઝડપી લઈને પાંચ દિવસમાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી છે. જયારે ટોળકીનો સુત્રધાર સહીત બે આરોપીઓ હજુ ફરાર છે.
છ શખ્સોની ટોળકી સામે ગુજસીટોક
જૂનાગઢ એલસીબી પી.આઈ. કૃણાલ પટેલે શીલ પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ ગાંધીગ્રામના લિસ્ટેડ બુટલેગર રવિ હમીર ભારાઈ સહિતના છ શખ્સોની ટોળકી સામે ગુજસીટોક અન્વયે ગઈકાલે ગુનો દાખલ કર્યો હતો, જે કેસમાં આજે પોલીસે વિપુલ ઉર્ફે પુંજા રામ ખાંભલા (તાલાલા), રાજુ ખેતા નગા કરમટા (માંગરોળ), મના કાના કરમટા (પોરબંદર), અને રામા નારણ ચોપડા (તાલાલા) નામના ચાર આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
છેલ્લા ૧૦ વર્ષમાં ૬૪ જેટલા ગુનાઓ આચર્યા
જયારે હજુ સુત્રધાર રવિ ભારાઇ, અને કિશોર વાઘેલા હજુ ફરાર છે. પોલીસે જણાવ્યું કે, આ ટોળકીએ છેલ્લા ૧૦ વર્ષમાં ૬૪ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે, જયારે તેમની સામે પ્રોહીબીશન, મારામારી સહિતના ગુનાઓ નોધાયેલા છે.


