જૂનાગઢમાં ગીરીરાજ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર કેશુભાઈ ઓડેદરાએ અગાઉ વોર્ડ નંબર ૧૫ માં રોડ-રસ્તાના કામ નબળા થતા હોવાની મ્યુ.કમિશ્નરને અરજી કરી હતી,તે અરજીના કામે તેઓ બુધવારે બપોરે ૨.૩૦ કલાકે મહાપાલિકા કચેરી ગયા હતા, અને અહી તેઓ જયારે વિરોધ પક્ષના નેતાની ઓફિસમાં ગયા ત્યારે ત્યાં હાજર વોર્ડ નંબર ૧૫ ના કોંગ્રેસના કોર્પોરેટર રાવણ લાખાભાઈ પરમાર અને કોન્ટ્રાક્ટર રાજુ દયારામ નંદવાણી હાજર થતા.
અરજી પરત ખેંચી લેવા ધમકી આપતા
તેઓએ અરજી પરત ખેંચી લેવા બાબતે વાતચીત કરીને ધમકીઓ આપી હતી, અને કોંગ્રેસના નગરસેવક રાવણ પરમારે કહેલું કે, વોર્ડ નંબર-૧૫ માં જેટલા કામ થાય છે, તેમાં મારું કમીશન હોય છે, કોન્ટ્રાક્ટર રાજુભાઈ સામે કરેલી અરજી પરત ખેંચી લેજે નહિતર મારી નાખીશ તેવી ધમકીઓ આપતા આખરે આજે નરેન્દ્રભાઈએ કોંગ્રેસના નગરસેવક અને કોન્ટ્રાક્ટર સામે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે.


