માણાવદરમાં ઓફસેટનો ધંધો કરતા એક વેપારીને મોબાઇલમાં આરટીઓ ચલણનો મેસેજ વોટ્સઅપમાં આવ્યા પછી તેમનો મોબાઇલ હેક થઈ ગયો અને બાદમાં માલુમ પડ્યું કે, વેપારીની જાણ બહાર બેન્કમાંથી ૧.૪૭ લાખની લોન મેળવીને કુલ ૧.૬૭ લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોધાઇ છે.
ઈ ચલણનો મેસેજ આવ્યો અને મોબાઇલ હેક થયો
માણાવદરમાં મિતડી રોડ ઉપર પોલીસ લાઈન પાસે રહેતા દીપક ગોરધન કણસાગરા ઘરે બેઠા પ્રિન્ટીંગ પ્રેસથી ઓફસેટ ચલાવે છે.તેઓ ગત તા.16 જુલાઈના રોજ ઘરે હતા. તે સમયે તેમને આરટીઓ ચલણના નામની એપ્લીકેશન ફાઈલ વોટ્સઅપમાં આવી અને તે અપલોડ કરતાની સાથે જ તેમનો મોબાઇલ હેક થયો હતો.
બેંકમાંથી 1.47 લાખની લોન મેળવી
કોઈ અપ્રમાણીત એક્સેસ મેળવીને વેપારીની જાણ બહાર બેંકના ખાતામાંથી 19282 ઉપાડી લીધા અને જાણ બહાર બેંકમાંથી 147521 રૂપિયાની લોન મેળવીને વેપારીના ખાતામાં જમા કરીને અલગ અલગ ચાર જેટલા બેંક ખાતામાં કુલ રૂ.167803 ની રકમ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.


