- સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં જ બોલાચાલી
- કોર્પોરેટર રાકેશ ધુલેશિયાએ કાઢ્યો બળાપો
- ધારાસભ્ય સંજય કોરડીયા સામે ઠાલવ્ય રોષ
લોકસભાની ચૂંટણી સમયે દરેક પક્ષોમાં આંતરિક વિવાદ વધી રહ્યો છે. આ વચ્ચે ક્યાંક વિવાદ સામે આવી રહ્યો છે તો ક્યાંક વિવાદ હવે જાહેરમાં સામે આવી રહ્યો છે. તેવી જ ઘટના જૂનાગઢ ભાજપમાં બની રહી છે જ્યાં પક્ષની અંદરનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને તે સામે આવી રહ્યો છે.
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં હાલના સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં ભાજપના આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જૂનાગઢના વોર્ડ નંબર 5માં ભાજપના કાર્યકર્તાઓની મીટિંગ યોજાઈ હતી. આ દરમિયાન કોર્પોરેટર રાકેશ ધુલેશિયાએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામે બળાપો કાઢ્યો હતો. જે પછી ગ્રાન્ટ મામલે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન કોર્પોરેટર રાકેશ ધુલેશિયાએ ગ્રાન્ટની મંજૂરી અંગે બળાપો કાઢ્યો હતો. જેમાં ધારાસભ્ય સંજય કોરડીયા સામે રોષ ઠાલવ્યો હતો. આ દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમાં પણ ત્યાં હાજર રહ્યા હતા. જેમાં લોકસભા ચૂંટણીને લઈને બેઠક યોજાઈ રહી હતી.


