- કર્મચારીદિઠ પગારમાં મહિને રૂપિયા 10 હજારથી વધારેનું આર્થિક નુકશાન
- ખાતાકીય પરીક્ષા એક વર્ષમાં ત્રીજી વખત મોકૂફ રહેતા બે હજાર જુનિયર ક્લાર્કમાં રોષ
- જુનિયર ક્લાર્ક કેડરના કર્મચારીઓએ કહ્યુ કે, હવે સંયમની હદ થાય છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળએ વર્ષ 2016- 17ના બે હજારથી વધારે જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્કના ખાતાકીય પ્રમોશનની પરીક્ષાને ત્રીજી વખત મોકુફ કરતા ભારે રોષ પ્રવર્ત્યો છે. સરકારના તમામ વિભાગોની કચેરીઓના વહિવટમાં પાયાની કામગીરી સાથે જોડાયેલા વર્ગ- 3ના જુનિયર ક્લાર્ક માટે બે વર્ષ પહેલાથી જ પ્રમોશન ડયુ થયેલુ છે. ગૌણ સેવાએ ખાતાકીય બઢતી પરીક્ષામાં તારીખ પે તારીખ પાડતા કર્મચારીદિઠ પગારમાં મહિને રૂપિયા 10 હજારથી વધારેનું આર્થિક નુકશાન થઈ રહ્યાની પસ્તાળ પડી છે.
સામાન્ય વહીવટ વિભાગ- ય્છડ્ઢએ ખાતાકીય પ્રમોશન માટે વર્ષમાં બે વખત પરીક્ષા યોજવા ઠરાવ કરીને સુચના આપી હોવા છતાંયે ગૌણ સેવા પસંદગી મંડળએ જુનિયર ક્લાર્ક સંવર્ગમાં વર્ષ 2014 પછી એક પણ પરીક્ષા યોજી નથી. વર્ષ 2016-17ની ભરતીના કર્મચારીઓ માટે વર્ષ 2021માં પ્રમોશન ડયુ થયા બાદ આ વર્ષે 3 વખત પરીક્ષાની તારીખો જાહેર કરીને તેને રદ્દ કરી છે. એથી રોષે ભરાયેલા જુનિયર ક્લાર્ક કેડરના કર્મચારીઓએ કહ્યુ કે, હવે સંયમની હદ થાય છે.
આવી સ્થિતિ વહિવટી તંત્ર માટે પણ ભારે નુકશાનદેહ
નિયમિત પ્રમોશન ન મળવાથી, વારંવાર ખાતાકીય પરીક્ષા રદ થવાથી જુનિયર ક્લાર્કની મનોસ્થિતિ પર પણ વિપરીત અસર થઈ છે. જેથી અનેક વિભાગોના બે હજારથી વધુ જુનિયર ક્લાર્કમાં વહિવટી કૌશલ્ય ખોરવાયુ છે. આ સ્થિતિ પણ સરકારી વહિવટી બાબતો માટે ભારે નુકશાનદેહ હોવાનો મત સંબંધિત વિભાગો, ખાતાઓના વડાઓએ પોતાના ઉપરીઓ સમક્ષ રજૂ કર્યો છે.