લોકોમાં સ્થૂળતાની સમસ્યા વધી છે. વજન ઉતારવા લોકો યોગથી લઈને કસરત અને ક્રશ ડાયટથી લઈને કઠિન ઉપવાસના ઉપાયો અજમાવે છે. આજકાલ લોકોમાં ફિટનેસને લઈને જાગૃકતા વધી છે. અને કેટલાક લોકો વજન ઉતારવા રોજિંદા આહારમાં ઘંઉના બદલે જુવારને સામેલ કરવા લાગ્યા છે.
આ લોકો માટે નુકસાન કારક જુવાર
વિટામિન અને ફાઈબરનો સારો સ્ત્રોત હોવા છતાં જુવારનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આ ધાન્યનો છોડ હાઇડ્રોજન સાયનાઇડના સારથી બને છે. એટલે રોજિંદા આહારમાં જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં બળતરાની સમસ્યા અથવા એલર્જી થઈ શકે છે. ખાસ કરીને જેમને એલર્જી રહેતી હોય તેવા લોકો જુવારનું સેવન કરે તો ત્વચામાં લાલાશ, ખંજવાળ અને શરીરના ભાગમાં સોજો પણ જોવા મળી શકે છે.જેમના શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધઘટ થતું હોય તેમણે જુવારનું સેવન ટાળવું. કારણ કે તેના સેવથી શરીરમાં સુગર ઘટશે જે ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક બની શકે છે. તેમજ ફાઈબરનું પ્રમાણ વધુ હોવાના કારણે પાચનતંત્ર પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
જુવાર સેવનના ફાયદા
જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન, વિટામિન B3 અને નિયાસિન ભરપૂર માત્રામાં રહેલું છે. આ ઉપરાંત વિટામીન બી-કોમ્પલેક્સનો પણ સારો સ્ત્રોત કહેવાય છે. તેમજ શાકાહારી લોકો માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત જુવાર છે. જુવારમાંથી અનેક પ્રકારની વાનગીઓ બને છે. જુવારના લોટના રોટલા કે રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. તેમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોવાથી વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે આ ધાન્ય એક શ્રેષ્ઠ ઔષધિ છે. જુવારના સેવનથી શરીર ઉર્જાવાન બને છે તેમજ હાડકા અને દાંત મજબૂત થાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


