કચ્છમાં ફરી એકવાર 3.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં કચ્છને ભૂકંપ ઝોન પાંચમાંથી ભૂકંપ ઝોન 6માં એટલે કે, વિનાશકારી ભૂકંપની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે શનિવારે બપોરનાં 2.47 મિનિટે ગઢશીશાથી નોર્થમાં ૧૩ કિમી દૂર આ ૩3.9ની તીવ્રતાનો ભૂકંપ નોધાયો છે. મહત્ત્વની બાબત એ છે કે, આ ભૂકંપ જે ફોલ્ટ લાઇન ઉપર આવ્યો ત્યારે વારંવાર ભૂકંપ નોંધતા નથી. એટલે કે લાંબાગાળે ભૂકંપ આવતાં હોય છે, જેને કારણે પણ આ ભૂકંપની ગંભીરતા વધી જાય છે.
તાજેતરમાં જ કચ્છને ભૂકંપ ઝોન પાંચમાંથી ભૂકંપ ઝોન છમાં સમાવેશ કરવામાં આવ્યો છે
કચ્છ યુનિવર્સિટીનાં જિયો સાઇન્સ વિભાગનાં પ્રોફેસર ડૉ ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, સૌ જાણે છે કે કચ્છ અને ભૂકંપ અત્યારે એકબીજાનો પર્યાય બન્યા છે. કારણ કે, કચ્છમાં વારંવાર ભૂંકપના આંચકા આવતા રહે છે. તાજેતરમાં જ કચ્છને ભૂકંપ ઝોન પાંચમાંથી ભૂકંપ ઝોન છમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે હાઇલી વનરેબલ ટુ અર્થક્વેક એટલે વિનાશક ભૂકંપમાં કચ્છને સમાવામાં આવ્યું છે. કચ્છમાં અવારનવાર ભૂકંપ આવવા પાછળનું કારણ અહીં દસથી વધુ ફોલ્ટ લાઇન એક્ટિવ છે. તેવામાં શનિવારે બપોરનાં ૨ને ૪૭ મિનિટે ગઢશીશાથી નોર્થમાં ૧૩ કિલોમીટર દૂર ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. તેની ઉંડાઇ ૧૯.૯ કિમીની જોવા મળી રહી છે.
આજે આવેલો આ ભૂકંપ અલગ ફોલ્ટલાઇન ઉપર જોવા મળી રહ્યો છે
આજે આવેલો આ ભૂકંપ અલગ ફોલ્ટલાઇન ઉપર જોવા મળી રહ્યો છે. કારણ કે, આ ફોલ્ટલાઇન ઉપર અન્ય ફોલ્ટ લાઇનની જેમ વારંવાર ભૂકંપ આવતા નથી. આજનો ભૂકંપ કચ્છનાં સેન્ટ્રલમાં કટવોલહિલ ફોલ્ટની વેસ્ટર્નફ્રીંન્જ કે જ્યાંથી બે ફોલ્ટમાં અલગ પડે છે. એક વિગોડી ફોલ્ટ સાઇડમાં અને બીજી નહેરા નદી તરફ જાય છે. આજનો ભૂકંપ જિયાપર ગામની નોર્થમાં આવ્યો. ખાસ કરીને કુકમાથી કરીને રતનાલ સુધીની ફોલ્ટલાઇન કે જેને કટહીલ ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી આ ફોલ્ટલાઇન વિગોડી નેત્રા થઇને ઘડુલી તરફ જાય છે, તેને વિગોડી ફોલ્ટ લાઇન કહેવાય છે અને બીજી જિયાપરથી નાયરા નદીથી કોઠારા તરફ જાય છે તેને નાયરા રિવર ફોલ્ટલાઇન કહેવામાં આવે છે. આ ત્રણે ફોલ્ટલાઇન જ્યારે એક પોઇન્ટ ઉપર મળે છે તે ટ્રાઈ જંક્શન ઉપર ઘણા વર્ષો બાદ આજે પહેલીવાર ભૂકંપ આવ્યો છે. તે જોતાં સૌએ સાવચેતી રાખવી જરૂરી બને છે.
આ ટ્રાઇ જંક્શન પર ૧૯૫૬, ૧૯૭૧, ૨૦૦૬, ૨૦૧૮માં ભૂકંપ આવેલો
કચ્છ સેન્ટર સમા આ ટ્રાઇ જંક્શન ઉપર છેલ્લા ૧૦૦ વર્ષમાં આવેલા ભૂકંપ પર નજર કરવામાં આવે તો અહીં વર્ષ ૧૯૫૬માં આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૫ની હતી. ૧૯૭૧માં ૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ૨૦૦૬માં આજ ટ્રાઇ જંક્શનમાં ૫.૫ની તીવ્રતાનો, ૨૦૧૨માં ૪ની તીવ્રતાનો અને વર્ષ ૨૦૧૮માં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ જ જગ્યાએ ૨૦૨૫માં આજના દિવસે ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપની ઊંડાઇ જોતાં આ કોઇ માનવસર્જિત ભૂકંપ નથી. ભૂકંપની હારમાળા જોતાં આજનો ભૂકંપ કોઇ સરપ્રાઇઝ નથી, પરંતુ ભૂકંપ સામે હંમેશાં સાવચેત રહેવું જરૂરી છે.
છેલ્લા 33 દિવસમાં છ જેટલા ભૂકંપનાં આંચકા નોંધાયા
આમ તો કચ્છમાં છેલ્લા ૧૦ દિવસમાં જ આ ચોથો ભૂકંપનો આંચકો નોંધાયો છે. તા.૫ ડિસેમ્બરે રાપર નજીક ૨.૬ની તીવ્રતાનો, તા. ૧૦ ડિસેમ્બરનાં ધોળાવીરા નજીક ૩.૭ની તીવ્રતાનો આચકો નોંધાયો હતો. તે પહેલાં તા. ૩-૧૧નાં ખાવડા નજીક ૩.૩ની તીવ્રતાનો, તા. ૧૧-૧૧નાં બેલા નજીક ૩.૧ની તીવ્રતાનો, તા. ૧૫-૧૧નાં રાપર નજીક ૨.૭ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. મહત્ત્વની બાબત એ છે કે, જિલ્લામાં ચાલુ માસમાં છેલ્લા ૧૩ દિવસમાં જ ચાર અને છેલ્લા ૩૩ દિવસમાં છ જેટલા ભૂકંપનાં આંચકા નોંધાઇ ચૂક્યા છે.
આ પણ વાંચો—– Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો


