- કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ છે
- પાટીદાર યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે: કાજલ હિંદુસ્તાની
- કોંગ્રેસ આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવા પહોંચ્યા
પાટીદાર દીકરીઓ પર કાજલ હિંદુસ્તાનીનું વિવાદિત નિવેદન સામે આવતા વિરોધ શરૂ થયો છે. જેમાં કાજલ હિંદુસ્તાનીએ નિવેદન આપ્યું હતુ કે પાટીદાર યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે. યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડને કરોડોની ગિફ્ટ આપે છે. જેમાં કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ છે.
બરસાતી મેંડક ચૂંટણી આવી એટલે બહાર નીકળ્યા: કાજલ હિંદુસ્તાની
વિવાદિત નિવેદન બાદ કાજલ હિંદુસ્તાનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બરસાતી મેંડક ચૂંટણી આવી એટલે બહાર નીકળ્યા છે. આ લોકો કોંગ્રેસ પાર્ટીથી આવીને જ્ઞાતીવાદ ફેલાવે છે. હત્યાઓ થાય છે ત્યારે કેમ સમાજ યાદ નથી આવતો. મારા નામની પાછળ જ હિંદુસ્તાની લગાવુ છું. સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરું છુ. મનોજભાઇ જેવા લોકો બહુ મોટા દુશ્મન કહેવાય.
કોંગ્રેસ આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવા પહોંચ્યા
કોંગ્રેસ આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. તથા મનોજ પનારાએ જણાવ્યું છે કે પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર છે. કોઇપણ સમાજની બહેન – દીકરીઓ પર આવું ન બોલાય. કાજલ હિંદુસ્તાની નફરતી ભાષણ આપતી વ્યક્તિ છે તેમજ નિવેદન પરત નહીં ખેંચે તો અમે વિરોધ પ્રદર્શન કરીશુ. તેમજ દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે કાજલે જાહેરમાં આવા નિવેદન ન કરવા જોઇએ. પાટીદાર સમાજને બદનામ કરવા પ્રયાસ છે. આવો કોઇ બનાવ બન્યો નથી.
ગીતા પટેલે જણાવ્યું છે કે દીકરીઓનું આ ખરાબ ચિત્રણ કર્યું
ગીતા પટેલે જણાવ્યું છે કે દીકરીઓનું આ ખરાબ ચિત્રણ કર્યું છે. પાટીદાર સમાજ સંસ્કારી સમાજ છે. દીકરીઓ પર આવી ટિપ્પણી યોગ્ય નથી. તેમની પાસે પૂરાવા હોય તો રજૂ કરે. મોરબીમાં 7 દીકરીઓ હોય તો પુરાવા આપો. પગલાં નહીં લેવાય તો આવા નિવેદનો વધશે. મંચ પરથી બોલ્યા તો આગેવાનોએ કેમ વિરોધ ન કર્યો. તેમજ પાટીદાર અગ્રણી પરેશ ગજેરાનું નિવેદન છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું છે. કાજલબેન જે ભાષાનો ઉપયોગ કર્યો તે યોગ્ય નથી. કાજલ હિન્દુસ્તાની તાત્કાલિક પાટીદાર સમાજની માફી માગે. માફી નહીં માંગે તો ગુજરાતમાં એક પણ સભા નહીં થવા દઈએ.
જ્યાં જ્યાં પણ કાજલ હિંદુસ્તાનીનો પ્રોગ્રામ હશે અમે એમનો વિરોધ કરીશુ
કાજલ હિન્દુસ્તાનીના અવાર નવાર વીડિયો વાયરલ થતા હોય છે. જે નિવેદનો કર્યા છે તે ખોટી રીતે કર્યા છે. તેમજ એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલનું નિવેદન છે કે કાજલ બેન આ પાટીદાર મહિલાઓ માટે કરેલ ટિપ્પણી એ યોગ્ય નથી. પાટીદારની દીકરીઓ પ્રત્યે અભદ્ર ભાષામાં બોલનાર કાજલ બેનને અમે સખત શબ્દોમાં વખોડીયે છીએ. આ મામલે મનોજભાઈ પનારા જે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ કરવા જઈ રહ્યા છે તેમને અમારો સપોર્ટ છે. જ્યાં જ્યાં પણ કાજલ હિંદુસ્તાનીનો પ્રોગ્રામ હશે અમે એમનો વિરોધ કરીશુ.


