- ઈરાન હાનિયાની હત્યા માટે મરણિયું બન્યું
- બુધવારે ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસ વડા ઈસ્માઈલ હાનિયા હણાયો હતો
- હવે હમાસની સુકાન ખાલિદ મશાલને સોંપવામાં આવશે
ઈરાનની રાજધાની તહેરાનમાં બુધવારે સવારે હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જો કે હમાસે હાનિયાની હત્યા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યો છે. હવે તે હાનિયાનો બદલો લેવાનું વિચારી રહ્યું છે. હાનિયાના મોત પછી હમાસનો બીજો સૌથી શક્તિશાળી સિનિયર નેતા ખાલિદ મશાલ જે સંગઠનની જવાબદારી સંભાળી શકે છે.
મળતી માહિતી પ્રમાણે હમાસ ખાલિદ મશાલને પોતાનો વડો નિયુક્ત કરી શકે છે. ખાલિદ મશાલનો જન્મ 28 મે 1956ના રોજ વેસ્ટ બેંકના રામલ્લાની પાસે થયો હતો. 15 વર્ષની ઉંમરમાં જ તેઓએ ઈજિપ્તની સુન્ની ઈસ્લામક સંસ્થા બ્રધરહૂડથી જોડાઈ ગયા હતા. એક સામયિકમાં ખાલિદ મશાલને ઈઝરાયલને હેરાન કરનાર તરીકેનું ટાઈટલ આપ્યું હતું.
ઈસ્માઈલ હાનિયા પહેલા ખાલિદ મશાલ હમાસનો વડો હતો
ખાલિદ મશાલ એક શિક્ષક પણ રહી ચુક્યા છે. વર્ષ-1992માં હમાસના રાજકીય બ્યૂરોની સ્થાપના કરવામાં આવી અને મશાલ આના સંસ્થાપક સભ્યોમાંના એક હતા. મશાલ વર્ષ-1996માં હમાસના રાજકીય બ્યૂના વડા બન્યા અને તેઓ વર્ષ-2017ના સમયગાળામાં પદથી હટ્યા. મશાલ હટી ગયા પછી ઈસ્માઈલ હાનિયા હમાસના વડા બન્યા હતા.
68 વર્ષીય ખાદિલ મશાલ દેશનિકાલથી જ કામ કરતા રહ્યા છે. વર્ષ-2004થી 2012 સુધી તેઓએ સીરિયાની રાજધાની દમિશ્કથી જૂથનું સંચાલન કર્યું હતું. હવે તેઓ કતાર અને ઈજિપ્તની રાજધાની કૈરોમાં બંનેમાં રહે છે.
એકવાર ખાલિદ મશાલે જણાવ્યું હતું કે હું સંગઠનના સંસ્થાપકોમાંનો એક છુંય હું પહેલા દિવસથી સંગઠનની સાથે છું. વર્ષ-1987માં હમાસની રચનાની સત્તાવાર જાહેરાતની પહેલા હું હમાસનો હિસ્સો રહ્યો છું. હમાસ સમગ્ર રીતે પેલેસ્ટાઈનને આઝાદીની વકીલાત કરું છું. પરંતુ ઈઝરાયલને માન્યતા આપ્યા વગર કોઈ અધિકાર આપ્યા વગર વર્ષ-1967ની સરહદો પર પેલેસ્ટાઈન રાજ્ય માટે તૈયાર છે.
ઈઝરાયલના ઝેરથી પણ ખાલિદ મશાલ બચી ગયા
ખાલિદ મશાલ ઈઝરાયલની રડાર પર રહ્યા છે. વર્ષ-1997માં ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ તેઓને મારવાનો આદેશ આપ્યો હતો. જોર્ડનના અમ્માને તેઓના કાર્યાલની બહાર ઈઝરાયલી એજન્ટે તેઓને ઝેરવાળું ઈન્જેક્શન આપી દીધું હતું.
ખાલિદ મશાલ પર ઈઝરાયલનો આ જીવલેણ હુમલામાં તત્કાલીન જોર્ડન કિંગ હુસૈન ભડકી ઉઠયા હતા. તેમને ઈઝરાયલ પાસે એવી માંગ કરી કે મશાલને ઝેર આપનારને ફાંસી આપવી જોઈએ અને ઝેરના એન્ટિડોટ મોકલવામાં આવે જેથી મશાલ ઠીક થઈ શકેય. તેઓએ ઈઝરાયલને એવી ધમકી આપી કે જો અડધી રાત પહેલા ઈઝરાયલ એવું નહિ કરે તે ઈઝરાયલની સાથે જોર્ડનનો શાંતિ કરાર તોડી નંખાશે.
જોર્ડનના કહેવા પ્રમાણે ઈઝરાયલે એન્ડિડોટ મોકલાયા અને હમાસ નેતા શેખ અહમદ યાસિનને પણ આઝાદ કરવામાં આવ્યા. જો કે ઈઝરાયલે સાત વર્ષ પછી જ ગાઝામાં યાસિનની હત્યા કરી નાંખી હતી. દેશનિકાલમાં હોવા છતાં મશાલ હમાસને આંતરરાષ્ટ્રીય સરકારોની સાથે બેઠકોમાં પ્રતિનિધિત્વ કરતો. હમાસના બાકી નેતાઓ પર ઈઝરાયલની તરફથી યાત્રા પ્રતિબંધ લગાવાયા પરંતુ દેશનિકાલમાં રહેતા મશાલ આનાથી બચી ગયા. તેઓ હમાસની વિદેશ નીતિનો મુખ્ય ચહેરો છે.
ખાલિદ મશાલને લઈ ભારતમાં વિવાદ
ખાલિદ મશાદને લઈ ભારતમાં વિવાદ થઈ ચુક્યા છે. તેને ગત વર્ષે 27 ઑક્ટોબરે કેરળના યુથ મુવમેન્ટની તરફથી પેલેસ્ટાઈનીઓના ટેકામાં આયોજિત ઓનલાઈન રેલીને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન મશાલે કહ્યું કે ઈઝરાયલની અલ-અકશા મસ્જિદને આઝાદ કરાવવી અને ઈઝરાયલના આતંકથી પેલેસ્ટાઈનીને બચાવવામાં વિશ્વને પેલેસ્ટાઈનીઓને સાથ આપવો જોઈએ. ઓનલાઈન રેલીમાં હમાસ નેતાના સામેલ થવાથી કેરળ ભાજપ ચીફ સુરેન્દ્રન ભડક્યા હતા. અને તેઓએ એવી માગં કરી કે આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.


