લોકોમાં આજે સ્વાસ્થય સમસ્યા વધી છે. પહેલા જયાં મોટાભાગે લોકો 40 અને 50ની ઉંમર પછી સ્વાસ્થય સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ત્યાં આજે યુવાનો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીના શિકાર થઈ રહ્યા છે. તેમજ વારંવાર કિડનીમાં પથરી થવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. કિડની સ્ટોન દૂર કરવા તેઓ કેટલીક દવાઓનો સહારો લે છે અથવા તો પછી મેડીકલ ટ્રીટમેન્ટ કરાવે છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે જો પથરીનું કદ 5 મીમી કરતા નાનું હોય તો કુદરતી રીતે દુર કરી શકો છો.
લોકોમાં કિડની સમસ્યમાં થયો વધારો
ભારતમાં કિડનીમાં થતી પથરીની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ સમસ્યા વધવાનું કારણ ખોટી ખાવા-પીવાની આદતો, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ઓછું પાણી પીવાની લોકોની આદત છે. આરોગ્ય નિષ્ણાતના મતે કેટલીક ટિપ્સને અનુસરીને, તમે પેશાબ દ્વારા પથરીને બહાર કાઢી શકો છો. જ્યારે પથરીનું કદ નાનું હોય છે, ત્યારે તે પેશાબ દ્વારા પોતાની મેળે બહાર નીકળી જાય છે અને સર્જરીની જરૂર હોતી નથી. લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિના અભાવના કારણે પણ લોકોમાં આ સમસ્યા વધી છે. આ સમસ્યામાં બેદરકારી અને અવગણના કિડની ફેલ્યોરનું જોખમ વધારે છે. જયારે શરીરમાં કેટલાક અસામાન્ય સંકેતો દેખાય ત્યારે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ.
કિડનીમાં પથરી દૂર કરવાનો કુદરતી ઉપાય
કુદરતી રીતે તમે કિડની સ્ટોન આ રીતે દૂર કરી શકો છો. કિડનીમાં પથરી બહાર કાઢવાનો સૌથી સરળ રસ્તો પુષ્કળ પાણી પીવું છે. પથરીના દર્દીઓએ દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ. આ પેશાબનું ઉત્પાદન વધારે છે અને પથરી બહાર નીકળવા દે છે. પાણીની સાથે લીંબુ પાણી અથવા નાળિયેર પાણીનું સેવન પણ ફાયદાકારક છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પથરી ઓગળવામાં મદદ કરે છે. કિડની પથરીના દર્દીઓએ મીઠાનું સેવન મર્યાદિત કરવું જોઈએ. વધુ પડતા મીઠાનું સેવન પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, જેનાથી પથરી બનવાનું જોખમ વધે છે. કિડની પર વધારાનો ભાર ઘટાડવા આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરવો જોઈએ. યોગ્ય આહારનું સેવન પથરી બહાર નીકળવામાં મદદ કરે છે. આ ઉપરાંત ચાલવું, સીડી ચઢવું અથવા યોગ જેવી હળવી શારીરિક પ્રવૃત્તિ પણ પથરીને દૂર કરવામાં મદદ કરે છે. શારીરિક હિલચાલ પથરીને પેશાબની નળીમાંથી પસાર થવાની શક્યતા વધારે છે. પરંતુ જો કિડની સ્ટોનમાં તીવ્ર દુખાવો થતો હોય તો આ સમયમાં આરામ કરો નિષ્ણાતની મુલાકાત લો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


