- વડોદરામાં કિરણ મહિડાએ માગી ભાજપમાંથી ટિકિટ
- કિરણ મહિડા 2014માં નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા હતા
- અવાર નવાર કિરણ મહિડા મોદીજી સાથે સંપર્કમાં રહે છે
વડોદરામાં કિરણ મહિડાએ ભાજપમાંથી ટિકિટ માગી છે. જેમાં કિરણ મહિડા 2014માં નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા હતા. તેમજ કિરણ મહિડા વડોદરામાં ચાની લારી ચલાવે છે. અવાર નવાર કિરણ મહિડા મોદીજી સાથે સંપર્કમાં રહે છે. તેમાં કિરણ મહિડાએ લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ચાની લારી ચલાવતા કિરણ મહિડા નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા
કિરણ મહિડાએ જણાવ્યું છે કે ભાજપમાં સામાન્ય માણસને પણ ટિકિટ મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટેકેદાર કિરણ માહિડાએ લોકસભામાં ચૂંટણી લઢવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 2014માં નરેન્દ્ર મોદીએ વડોદરાથી ઉમેદવારી કરી હતી. જેમાં ચાની લારી ચલાવતા કિરણ મહિડા નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા હતા. જેમાં અવાર નવાર કિરણ મહિડા મોદીજી સાથે સંપર્કમાં રહે છે. તેથી કિરણ મહિડાએ વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લઢવાની ઈચ્છા દર્શાવી છે.
ભાજપમાં સામાન્ય માણસને પણ ટિકિટ મળી શકે છે
વધુમાં કિરણ મહિડાએ જણાવ્યું છે કે જો પાર્ટી મારી પસંદગી કરશે તો મારા માટે આનંદની વાત હશે. મોદીજીએ ચાની લારી ચલાવનારને પણ ઈજ્જત અપાવી છે. કોંગ્રેસે ચાની લારીની મજાક ઉડાવતા મોદીજીએ મને ટેકેદાર બનાવ્યો હતો. તેમજ ભાજપમાં સામાન્ય માણસને પણ ટિકિટ મળી શકે છે.


