ઘરનું રસોડું પરિવારના સભ્યોની ઉન્નતિ અને બીમારી કહી દે છે. મહિલાઓ ઘરના રસોડામાં એવા કામ કરે છે જે કયારેક પરિવારના સભ્યો માટે જોખમરૂપ બને છે. મહિલાઓની રસોડામાં સ્વચ્છતા મામલે બેદરકારી પરીવારના સભ્યોની બીમારીનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે પરિવારનું ભાગ્ય રસોડા સાથે જોડાયેલું છે. રસોડામાં સ્વચ્છતાનો અભાવ હોય તો ઘર અને પરિવારના સભ્યોને અસર થઈ શકે છે.
રસોડામાં સ્વચ્છતા રાખવી જરૂરી
શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરના રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. પરિવારના સભ્યોનું આરોગ્ય રસોડા પર વધુ આધાર રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં રસોડાની વાસ્તુ યોગ્ય ન હોય તો તેની ઘર અને ઘરના સભ્યો પર પ્રતિકૂળ અસર પડે છે. એટલે મહિલાઓએ ખાસ કરીને રસોડામાં સ્વચ્છતા રાખવી જરૂરી છે.
રસોડામાં ગેસનો ચૂલો સ્વચ્છ રાખો
રસોઈ બનાવતી વખતે હંમેશા પૂર્વ તરફ મુખ રાખવું જોઈએ તેવું વાસ્તુશાસ્ત્ર કહે છે. આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ રહેલું છે કે પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે અને આપણને આ દિશામાંથી ઉર્જા મળે છે. અર્થાત. ઘરની રસોઈ આ દિશામાં હોવાથી સ્વાભિવક રીતે સૂર્ય પ્રકાશ વધુ મળશે અને તમે સ્વચ્છ અને સ્વસ્થ આહાર બનાવી શકશો. ગેસના ચૂલા પર રસોઈ બનાવ્યા બાદ તેને જમણી બાજુ રાખવી. કારણ કે ગેસની ડાબુ બાજુ મોટાભાગના ઘરોમાં સીંક હોય છે. એટલે જો એ બાજુ રાંધેલો ખોરાક મૂકો તો જ્યારે-જ્યારે પરીવારના સભ્યો આ સીંકનો ઉપયોગ કરે ત્યારે પાણીના છાંટા રાંધેલા ખોરાકમાં જાય અને ખોરાક પ્રદૂષિત થાય છે.
સીંકની કચરા પેટી વધે છે બેકટેરીયા
જો તમારો ચૂલો ઉત્તર દિશામાં હોય, તો તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે. કારણ કે ઉત્તર દિશામાં દિવસ દરમિયાન વધુ સૂર્યપ્રકાશ ના મળતા રસોઈ બનાવવામાં સમસ્યા થાય છે. રસોઈ બનાવ્યા બાદ યોગ્ય રીતે ગેસ સાફ ના કરવામાં આવે તો કીટાણુ વધે છે. અને ભૂલથી પણ સિંક નીચે કચરો કે કચરાપેટી ના રાખવી જોઈએ. સીંકની નીચે કચરા પેટી રાખવાથી બેકટેરિયા ઘરમાં વધે છે. જેના કારણે ઘરના સભ્યો વધુ બીમાર પડે છે. મહિલાઓએ હંમેશા રસોઈ બાદ ગેસ સ્વચ્છ કરવો, અને રાંધેલો ખોરકા ઢાંકી રાખવો.


