IPL 2026 પહેલાં મિની ઓક્શનનું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવ્યું હતું. આ ઓક્શન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી મોટું પર્સ હતુ KKR ફ્રેન્ચાઇઝી આ ઓક્શનમાં લગભગ 64 કરોડ રૂપિયાનુ પર્સ લઈને આવી હતી. તેમણે આ ઓક્શનમાં જોરદાર ખરીદી કરી. KKRએ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ખરીદી સાથે પોતાના ઓક્શનની શરૂઆત કરી હતી. ગ્રીન માટે તેમણે 25.20 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
KKRએ ગ્રીન અને પથિરાણા માટે ખર્ચ્યા 43.20 કરોડ
ગ્રીન પછી તેમણે શ્રીલંકાના ઝડપી બોલર મથિશા પથિરાણા માટે પણ ભારે રકમ ખર્ચી. KKRએ પથિરાણાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યા. આ રીતે KKRએ કેમેરોન ગ્રીન અને મથિશા પથિરાણા માટે કુલ 43 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ખર્ચી. તે ઉપરાંત KKRએ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યા. તેમણે ન્યૂઝીલેન્ડના બે ધાકડ બેટ્સમેન ટિમ સીફર્ટ અને ફિન એલનને પણ બેઝ પ્રાઈસ પર ખરીદ્યા. ફિન એલનનો બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા અને ટિમ સીફર્ટનો બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા હતો.
આ ભારતીય ખેલાડીઓને પણ ખરીદ્યા
ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સે કાર્તિક ત્યાગી, સાર્થક રંજન, દક્ષ કામરા, પ્રશાંત સોલંકી અને તેજસ્વી સિંહને પોતાના સ્ક્વોડમાં સામેલ કર્યા. આ તમામ ખેલાડીઓમાં KKRએ સૌથી વધુ રકમ તેજસ્વી સિંહ પર ખર્ચી. તેજસ્વીની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતો, પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેમને 3 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા.
IPL 2026 માટે KKRની સંપૂર્ણ સ્ક્વોડ
અજિંક્ય રહાણે, અંગકૃષ રઘુવંશી, અનુકૂલ રોય, હર્ષિત રાણા, મનીષ પાંડે, રમનદીપ સિંહ, રિંકૂ સિંહ, રોવમેન પાવેલ, સુનિલ નારાયણ, ઉમરાન મલિક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કેમેરોન ગ્રીન, ફિન એલન, મથિશા પથિરાણા, તેજસ્વી સિંહ, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, રાહુલ ત્રિપાઠી, ટિમ સીફર્ટ, મુસ્તાફિઝુર રહેમાન, સાર્થક રંજન, દક્ષ કામરા……


